અમદાવાદઃ હની ટ્રેપ કેસ, PI ગીતા પઠાણ 'ગેંગ'ની વધુ એ મહિલાકોન્સ્ટેબલ ઝડપાઈ, કુલ સાતની ધરપકડ
અમદાવાદઃ હની ટ્રેપ કેસ, PI ગીતા પઠાણ 'ગેંગ'ની વધુ એ મહિલાકોન્સ્ટેબલ ઝડપાઈ, કુલ સાતની ધરપકડ
ગીતા પઠાણ અને પકડાયેલી પોલીસ કોન્સ્ટેબલની તસવીર
ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓ ના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) વેપારીઓને ટાર્ગેટ કરી (Target merchants) મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક મહિલા કોન્સ્ટેબલની (lady constable) ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મહિલા પીઆઈ (lady PSI) સહિત કુલ 7 લોકોની ધરપકડ થઈ છે. નોંધનીય છે કે આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની (Ahmedabad crime branch) ગિરફતમાં આવેલ આ મહિલા પોલીસ છે અને જે પણ હની ટ્રેપ ગેંગમાં સામેલ હતી.આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે.
આ ગેંગ નો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષ ના વેપારીઓ ને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાન ના નામે તેમની પાસે થી તોડ કરી લેતા હતા.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓ ના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.
ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારી ને હોટેલ ના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.
આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધ માં મહિલા પોલીસ સ્ટેશન માં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગ ના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા.અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસ ની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. મહત્વનું છે કે મહિલા પોલીસ પણ આ ગેંગમાં સામેલ હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર