અમદાવાદઃ કર્ફ્યૂ ભંગમાં પકડાયેલા ભાઈને છોડાવવા હોમગાર્ડ પહોંચ્યો પોલીસ સ્ટેશન, દાદાગીરી કરીને કાગળો ફાડી નાંખ્યા

અમદાવાદઃ કર્ફ્યૂ ભંગમાં પકડાયેલા ભાઈને છોડાવવા હોમગાર્ડ પહોંચ્યો પોલીસ સ્ટેશન, દાદાગીરી કરીને કાગળો ફાડી નાંખ્યા
પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

કૃષ્ણનગર પોલીસે યુવકને કર્ફ્યૂ ભંગ બદલ ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યારે હોમગાર્ડનો જવાન વર્ધીમાં ત્યાં આવ્યો હતો અને પોતાના ભાઇને છોડાવવા દાદાગીરી કરી પોલીસે કરેલા કાગળો ફાડી નાંખ્યા હતા.

  • Share this:
અમદાવાદઃ કોરોના મહામારીનો કહેર (corona pandemic) વધતા શહેરમાં રાત્રી દરમિયાન કર્ફ્યૂ (Night curfew) લાદી દેવામાં આવ્યો છે. પોલીસ કર્ફ્યુ ભંગ કરનાર સામે રોજ સંખ્યાબંધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી રહી છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે (krushnanagar police) યુવકને કર્ફ્યૂ ભંગ બદલ ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યારે હોમગાર્ડનો (Homeguard) જવાન વર્ધીમાં ત્યાં આવ્યો હતો અને પોતાના ભાઇને છોડાવવા દાદાગીરી કરી પોલીસે કરેલા કાગળો ફાડી નાંખ્યા હતા. જેથી આ મામલે હોમગાર્ડ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police station) ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કૃષ્ણનગર પોલીસ મથકના ડી સ્ટાફમાં ફરજ બજાવતા એએસઆઇ અશ્વીનભાઇ રામજીભાઇ સહિતનો સ્ટાફ રાત્રી કર્ફ્યનું પાલન કરાવવા પેટ્રોલિંગ માં હતા. ત્યારે રાત્રે કામ વગર બહાર નિકળેલા ત્રણ યુવકોને પોલીસ ઝડપી લીધા હતા.



જેમની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ એક પછી એક યુવકની પુછપરછ કરી હતી. ત્યારે ઝડપાયેલા યુવકે પોતાનું નામ જય ગીરીશભાઇ પુરાણી(પંડ્યા) હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ દરમિયાન હોમગાર્ડના ડ્રેસમાં એક યુવક ડી સ્ટાફની ઓફિસમાં પ્રવેશ્યો હતો. તેણે પોતાનું નામ ચિંતન ગીરીશભાઇ પુરાણી હોવાનું જણાવ્યું હતું. જય પુરાણી મારો સગો ભાઇ છે. જેથી પોલીસે જણાવ્યું હતું કે, જય સામે કર્ફ્યુ ભંગની કાર્યવાહી ચાલી રહી છે.



જેથી ચિંતન ઉશ્કેરાયો હતો અને જણાવ્યું હતું કે, હું હોમગાર્ડમાં છું મારા ભાઇ સામે કાર્યવાહી કરશો તો જોઇ લઇશ. ત્યારબાદ પોલીસે કરેલી કાર્યવાહીના કાગળો ફાડવા લાગ્યો હતો. જેથી આ મામલે અશ્વીનભાઇએ ચિંતન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:June 11, 2021, 17:23 pm

ટૉપ ન્યૂઝ