અમદાવાદઃ દારૂ પીધેલી છે તેમાં શું ગુનો કર્યો, પીધેલા યુવકે બિભત્સ ગાળો બોલી પોલીસને ફેંટ પકડી હુમલો કર્યો

અમદાવાદઃ દારૂ પીધેલી છે તેમાં શું ગુનો કર્યો, પીધેલા યુવકે બિભત્સ ગાળો બોલી પોલીસને ફેંટ પકડી હુમલો કર્યો
પ્રતિકાત્મક તસવીર

અમારી રીક્ષા કેમ રોકી, દારૂ પીધો છે તેમાં શું ગુનો કર્યો છે. આટલું કહ્યાં બાદ તે બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને પોલીસ ગાળો બોલવાની ના પાડતા તેણે પોલીસ કોન્સ્ટેબલની ફેંટ પકડી લીધી હતી તથા ગાળો આપવા લાગ્યો હતો.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં દારૂ બંધીના (liquor ban) કડક અમલ માટે પ્રોહિબિશનની ડ્રાઇવ (Prohibition Drive) કરી રહેલા પોલીસ પર હુમલાનો (Attack on Police) બનાવ બન્યો છે. પ્રોહિબિશનની ડ્રાઇવ (Drive of Prohibition) હોવાથી નરોડા રિંગ રોડ (Naroda ring road) પાસે પોલીસ વાહન ચાલકોને તપાસી રહી હતી. ત્યારે એક રીક્ષામાં બે યુવકો પીધેલી હાલતમાં આવ્યા હતા. જેથી પોલીસે તેમને અટકાવ્યા ત્યારે તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બન્નેને ચોકીએ લઇ ગયા ત્યારે બારી-બારણા સાથે માથા પછાડ્યા હતા. પોલીસે બન્ને યુવકો સામે પીધેલા અને પોલીસ પર હુમલો કરવાની એમ બે અલગ અલગ ફરિયાદ નોંધી (Police complaint) ધરપકડ કરી છે.

શહેરના નરોડા પોલીસ મથકમાં ભરતકુમાર કરશનભાઇ ફરજ બજાવે છે. ગઇકાલે પ્રોહિબિશનની ડ્રાઇવ રાખેલી હતી. જેથી રાત્રે 8 વાગ્યે તેઓ તથા અન્ય પોલીસ કર્મચારી સાથે હંસપુરા ચોકી ખાતે વાહન ચેકિંગ કરી રહ્યાં હતા. ત્યારે દહેગામ તરફથી એક રીક્ષા આવી હતી. તે રીક્ષા રોકી હતી.ત્યારે રીક્ષામાંથી બે વ્યક્તિ ઉતર્યા હતા તેમણે જણાવ્યું હતું કે, અમારી રીક્ષા કેમ રોકી. પોલીસને બન્ને પિધેલી હાલતમાં જણાઇ આવ્યા હતા. તેથી પોલીસે નામ પુછતા એકે તોતડાતી જીભે નીખીલ બીપીનભાઇ રાઠોડ અને શહેરકોટાડા રહેતો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

જ્યારે બીજા શખસને નામ પુછતા તેણે નામ આપવાની જગ્યાએ ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે, દારૂ પીધો છે તેમાં શું ગુનો કર્યો છે. આટલું કહ્યાં બાદ તે બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને પોલીસ ગાળો બોલવાની ના પાડતા તેણે પોલીસ કોન્સ્ટેબલની ફેંટ પકડી લીધી હતી તથા ગાળો આપવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ સમયે તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇને ફેંટો મારવા લાગ્યો હતો. આ સમયે બુમાબુમ થતા અન્ય પોલીસ કર્મચારીઓ આવી ગયા હતા અને ભરતભાઇને છોડાવ્યા હતા. ત્યારબાદ પોલીસ બન્ને વ્યક્તિઓને હંસપુરા ચોકીમાં કાયદેસરની કાર્યવાહી કરવા લઇ ગયા હતા.ત્યારે બન્નેએ ચોકીના બારણા અને બારીઓ સાથે માથા ભટકાવવા લાગ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.  ત્યારબાદ પોલીસે તેનું નામ પુછતા રાકેશ કાળાભાઇ પરમાર જણાવ્યું હતું. આમ પોલીસે બન્ને સામે પોલીસ પર હુમલો કરવાની અને પ્રોહિબિશન એક્ટની  હેઠળ અલગ અલગ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
Published by:ankit patel
First published:June 11, 2021, 19:27 pm

ટૉપ ન્યૂઝ