દુકાનો 6 વાગ્યા સુધી ખુલવાથી અમદાવાદમાં વેપારીઓ ખુશ પણ હજુ જોવે છે સારા દિવસોની રાહ

દુકાનો 6 વાગ્યા સુધી ખુલવાથી અમદાવાદમાં વેપારીઓ ખુશ પણ હજુ જોવે છે સારા દિવસોની રાહ
પ્રતિકાત્મક તસવીર

3 વાગ્યાનો સમય 6 વાગ્યા સુધીનો કરતાં ગ્રાહકોને પણ પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદવા માટે સમય મળ્યો છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દુકાન ખોલવાથી 4 દિવસથી વેપારીઓ ખુશ છે. 3 વાગ્યાનો સમય 6 વાગ્યા સુધીનો કરતાં ગ્રાહકોને પણ પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદવા માટે સમય મળ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક વેપારીઓ કોર્પોરેશનની સિલીંગ કાર્યવાહીથી ડરી રહ્યા છે. જેને લઇને વેપારીઓ હાલ ડરમાં જીવી રહ્યા છે. જોકે ગ્રાહકોને શું ફાયદો થઈ રહ્યો છે તેની પર એક નજર કરીએ તો અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં રહેતા શ્રુતિની કહાની કઈક આવી છે. 7 દિવસ પહેલા શ્રુતિના પતિનો બર્થ ડે હતો એટલે ઓફિસ જતા પહેલા તે પતિને સરપ્રાઇઝ ગિફ્ટ માટે દુકાનોમાં જતી હતી. તેની મજબૂરી એ હતી કે 10 વાગે ઓફિસ સમય પહેલા તે 9 વાગે દુકાનોમાં જતી. સાંજે 6 વાગે ઓફિસથી સમય મળે એ બાદ દુકાનો બંધ થઈ જવાથી તે રોજ સવારે 9 વાગે નીકળી જતી. આ રીતે તેણે પોતાના પતિનો બર્થ ડે સેલિ બ્રેટ કર્યો. જેને લઇને ન્યૂઝ18 ગુજરાતી સમક્ષ શ્રુતિએ જણાવ્યું કે હવે તેને થોડો હાશકારો થયો છે કે તેની અન્ય ઘરની વસ્તુઓ હવે લઈ શકશે .

અમદાવાદમાં શ્રુતિની આ સમસ્યા હતી તો વેપારી પ્રજ્ઞેશ પટેલ પણ બીજી સમસ્યાથી પરેશાન હતા. 3 વાગે દુકાનો બંધ થવાથી તેમનો બિઝનેસ ઓછો થઈ ગયો હતો ગ્રાહકોને તેઓ વસ્તુઓ હોવા છતાં વેચી શકતા ન હતા. તેમણે એ પણ વિચાર્યું કે બધી વસ્તુઓ ઘરે લઈ જાઉં અને જે ગ્રાહકો ને જોઈએ તેને ઘરેથી આપુ પણ કોરોના વાયરસનો ડર હોવાને કારણે તેમના માટે શક્ય ના બન્યું અને સરકારની ગાઈડલાઇનની રાહ જોવામાં શાણપણ બતાવ્યું હતું.આ પણ વાંચો - રાજ્ય સરકારે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી

આ અંગે વેપારી પ્રજ્ઞેશ પટેલના કહેવા પ્રમાણે વર્ષ 2020થી વેપારીઓની હાલત ખરાબ છે. એમાં પડતા પર પાટુ માર્યું હોય એમ બીજી લહેરને કારણે ઘણું નુકશાન થયું છે. કુદરત કોપાયમાન હોય એમ વાવાઝોડાને કારણે પણ વેપારીઓની દુકાન તૂટી ગઈ આવામાં બધાનું સેવિગ્સ જતું રહ્યું છે. હવે ધીમે ધીમે ફરી ધંધા સ્ટેબલ થાય તો સારું.
Published by:Ashish Goyal
First published:June 07, 2021, 22:20 pm

ટૉપ ન્યૂઝ