અમદાવાદ : એકતરફી પ્રેમમાં રોમિયો બર્થડે ગિફ્ટ આપવા સગીરાના ઘરે ગયો, પછી શું થયું...

અમદાવાદ : એકતરફી પ્રેમમાં રોમિયો બર્થડે ગિફ્ટ આપવા સગીરાના ઘરે ગયો, પછી શું થયું...
પ્રતિકાત્મક તસવીર

સગીરાનો જન્મદિવસ હોવાથી તેને પ્રેમ કરનાર શખ્સ ત્યાં પહોંચ્યો

  • Share this:
અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ રોમિયો સગીરાના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. ત્યારે સગીરાની માતા ત્યાં હાજર હોવાથી આ શખ્સે તેઓને કહ્યું હતું કે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તે ગિફ્ટ આપવા આવ્યો છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. જેથી સગીરાની માતાએ લગ્ન બાબતની મનાઈ કરતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં મહિલા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ પોલીસને બોલાવવાનું કહેતાં આ શખ્સે સગીરાની માતાને માર મારતા આ મહિલાના બે દાંત પડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ શાહપુર પોલીસે આ અંગે રોમિયો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહપુરમાં રહેતા 40 વર્ષીય મહિલા હાલ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. તેઓ શાહપુરમાં તેમના પતિ તથા બે દીકરીઓ તથા દીકરા સાથે રહે છે. જેમાં 16 વર્ષની એક દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ મહિલાનો પતિ બુક બાઈન્ડીંગનો વેપાર ધંધો કરે છે. 11મી જૂનના રોજ સવારે નવેક વાગ્યે આ મહિલા અને તેની 16 વર્ષની દીકરી ઘરે હાજર હતા. તે સમયે કેનેડી પોળમાં રહેતો એક શખ્સ તેમના ઘર આગળ આવ્યો હતો અને બાદમાં આ શખ્સે 40 વર્ષીય મહિલાને જણાવ્યું કે આજે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તેને જન્મદિવસની ગિફ્ટ આપવાનો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.આ પણ વાંચો - વેકસીનેશનને વેગ આપવા અમદાવાદની આ ખાનગી શાળાઓ ફી માં પાંચ ટકાની રાહત આપશે

જેથી મહિલાએ આ શખ્સને કહ્યું હતું કે તું મારી દીકરીને શા માટે બદનામ કરે છે, મારી દીકરી ને તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહેતાં આ શખ્સે મહિલાને બિભત્સ ગાળો બોલી હતી. બાદમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ તેનો શર્ટ પકડીને પોલીસને બોલાવું છું તેમ કહેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને મોઢાના ભાગે ફેંટો મારી લોહી કાઢયું હતું.

ઇજાગ્રસ્ત મહિલાના મોઢા માંથી બે દાંત પડી ગયા હતા અને આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી મહિલાને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર બાબતને લઈને શાહપુર પોલીસને જાણ કરાતા શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:June 12, 2021, 00:03 am

ટૉપ ન્યૂઝ