Home /News /madhya-gujarat /

લતા મંગેશકરની જીંદગીના સૌથી દર્દનાક ત્રણ દિવસ, મોતને માત આપીને મળ્યું હતું નવું જીવન

લતા મંગેશકરની જીંદગીના સૌથી દર્દનાક ત્રણ દિવસ, મોતને માત આપીને મળ્યું હતું નવું જીવન

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 28મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મેલા લતા મંગેશકર કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. પરંતુ દાયકાઓ પહેલા ઝેર આપીને એમને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 28મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મેલા લતા મંગેશકર કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. પરંતુ દાયકાઓ પહેલા ઝેર આપીને એમને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો.

  • Pradesh18
  • Last Updated :
મુંબઇ #સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે 28મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મેલા લતા મંગેશકર કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. પરંતુ દાયકાઓ પહેલા ઝેર આપીને એમને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો.

લતા મંગેશકરને ઝેર આપવાની ઘટના 1962ની છે. ભારત પાકિસ્તાન યુધ્ધ દરમિયાન લતા મંગેશકર એક સવારે અચાનક બિમાર પડી ગયા. એમના પેટમાં દર્દ થયું અને લીલા રંગની ઉલ્ટીઓ કરવા લાગ્યા. કોકિલ કંઠી લતાજીએ તાજેતરમાં આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે, હું ઘણી બિમાર થઇ હતી અને ત્રણ મહિના સુધી ગાઇ શકી ન હતી.

જીંદગીનો સૌથી મુશ્કેલ દોર

પદ્મા સચદેવના પુસ્તક 'એસા કહાં સે લાઉ' માં આ ઘટનાનો ઉલ્લેખ છે. લતાજીએ પુસ્તકના લેખિકાને જણાવ્યું કે, એ ત્રણ દિવસ એમની જીંદગીના સૌથી તકલીફવાળા હતા. દર્દ સહન થતું ન હતું. કમજોરી એટલી થઇ ગઇ હતી કે તે હલનચલન પણ કરી શકતા ન હતા.

લેખિકા સાથે પોતાના અનુભવ શેયર કરતાં લતાજીએ કહ્યું કે, દર્દ વધતું જોઇ ડોક્ટરો એમને બેભાન થવાનું ઇન્જેકશન આપતા હતા. ત્રણ દિવસ સુધી જીંદગી અને મોત સાથે સંઘર્ષ બાદ છેવટે લતાજીને એક તરફથી નવું જીવન મળ્યું હતું.

જોકે આ બિમારીને કારણે તે ઘણા કમજોર થઇ ગયા હતા અને ત્રણ મહિના સુધી તે ગાઇ શક્યા ન હતા.

ધીમું ઝેર અને રસોઇયાનું કનેકશન

ડોકટરી તપાસમાં એવો ખુલાસો થયો હતો કે લતાજીને ધીમું ઝેર આપવામાં આવતું હતું. ઝેર આપવા માટે શંકાની સોય રસોઇયા પર તકાઇ હતી. કારણ કે લતાજી બિમાર થતાં તે કોઇને પણ જણાવ્યા વગર જતો રહ્યો હતો. બાદમાં ખુલાસો થયો હતો કે રસોઇયો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કરી ચુક્યો હતો.

બહેને સંભાળી જવાબદારી

લતા મંગેશકરને ધીમું ઝેર આપ્યા બાદ એમના ઘરે બધુ બદલાઇ ગયું હતું. એમના નાના બહેન ઉષા મંગેશકરે ઘરની રસોઇ બનાવવાની જવાબદારી સંભાળી હતી. તે જાતે જ લતાજીના ખાવાની તમામ બાબતોની કાળજી રાખતા હતા.
First published:

Tags: જન્મ દિવસ, બોલીવુડ, લતા મંગેશકર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन