Home /News /madhya-gujarat /

રાજ્યના 19 જિલ્લાના 123 તાલુકામાં વરસાદ, ગોધરામાં સૌથી વધારે 4 ઇંચ

રાજ્યના 19 જિલ્લાના 123 તાલુકામાં વરસાદ, ગોધરામાં સૌથી વધારે 4 ઇંચ

સેટેલાઇટ તસવીર

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે, એટલે કે હજી 24 ટકા વરસાદની ઘટ છે.

    ગાંધીનગરઃ શનિવારથી રાજ્યમાં વરસાદનું ફરીથી આગમન થયું છે. ચોમાસાની વિદાય વખતે રાજ્યના 19 જિલ્લાના 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ ગોધરામાં નોંધાયો છે. દાહોદ, મોરવાહડફ, ક્વાંટ, મેઘરજ, મોડાસા, સંતરામપુરમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરા, માંડવી, માલપુર અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ, જાબુઘોડા, સંજેલી, મહુવા, બારડોલી, પલસાણામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં હજી સરેરાશ 24 ટકા વરસાદની ઘટ

    રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે, એટલે કે હજી 24 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કોઈ જ વરસાદ નોંધાયો નથી. કચ્છમાં આ વર્ષે સિઝનનો 26 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 45 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 60 ટકા, જ્યારે પશ્ચિમ મધ્ય ગુજરાતમં 71 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વર્ષે અહીં 73 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સૌથી વધારે 96 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

    આ પણ વાંચોઃ રવિવારે પણ અમદાવાદમાં વરસાદી માહોલઃ સિઝનનો સરેરાશ વરસાદ 16 ઇંચ થયો

    અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ

    અરવલ્લી જિલ્લામાં શનિવારથી અનારાધાર વરસાદ પડી રહ્યો છે. રવિવારે મોડાસા અને શામળાજી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોડાસા અને મેઘરજમાં ત્રણ ઇંચ, માલપુરમાં 2.5 ઇંચ, બાયડ અને ધનસુરામાં બે ઇંચ અને ભિલોડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

    છોટાઉદેપુરમાં વરસાદ

    વરસાદના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાએ મધ્યગુજરાત પર હેત વરસાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વરસાદની પધરામણી થઈ હતી. જેમાં કવાંટમાં ત્રણ ઇંચ, છોટાઉદેપુરમાં 2.72 ઇંચ, સંખેડામાં 1.25 ઇંચ, બોડેલીમાં બે ઇંચ, નસવાડીમાં 1.75 ઇંચ, પાવીજેતરપુરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે છોટાઉદેપુરના નસવાડીના બોરીયાદ-પરિપુરા પાસે અશ્વિન નદીના કોઝવે પર પસાર થતી વખતે એક બાઇક સવાર તણાયો હતો. કોઝવે પરથી પસાર થતી વખતે 27 વર્ષીય યુવક તણાયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: AMD, Average Rain, Average rain fall, Central gujarat, GSDMA, Gujarat rain, Heavy rain, Rain forecast, Saurashtra, ઉત્તર ગુજરાત, ગોધરા, દક્ષિણ ગુજરાત, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन