Home /News /madhya-gujarat /

બુરહાનને આખરી વિદાય આપવા આવ્યો હતો લશ્કરનો કમાન્ડર અબુ દુજાના

બુરહાનને આખરી વિદાય આપવા આવ્યો હતો લશ્કરનો કમાન્ડર અબુ દુજાના

#સેના સાથેની અથડામણમાં ઠાર કરાયેલા આતંકી બુરહાન વાનીને આખરી વિદાય આપવા માટે લશ્કર એ તોયબાનો કમાન્ડર સહિત અન્ય કેટલાક આતંકીઓ ભારત આવ્યા હોવાનો ચોંકાવનારી બાબત સામે આવી છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોમાં ખુલાસો થયો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સેના સાથેની અથડામણમાં ઠાર કરાયેલા આતંકી બુરહાન વાનીને આખરી વિદાય આપવા માટે લશ્કર એ તોયબાનો કમાન્ડર સહિત અન્ય કેટલાક આતંકીઓ ભારત આવ્યા હોવાનો ચોંકાવનારી બાબત સામે આવી છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોમાં ખુલાસો થયો છે.

આતંકી બુરહાન વાનીને ઠાર કરાયા બાદ પુલવામા શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લશ્કર અને હિજબુલના ઘણા આતંકીઓ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

બુરહાનને ઠાર કરાયા બાદ વહીવટી તંત્ર દ્વારા પુલવામા શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ હતી. પરંતુ અંતરીયાળ રસ્તાઓ મારફતે આતંકી પહોંચી ગયા હતા. આ કાર્યક્રમમાં આતંકી અબુ દુજાના પણ શ્રધ્ધાંજલિ આપવા આવી પહોંચ્યો હતો. લશ્કરનો ટાપ કમાન્ડર અબુ કાસિમને ઠાર કરાયા બાદ અબુ દુજાનાને દક્ષિણી કાશ્મીરમાં લશ્કરે કમાન્ડર બનાવ્યો હતો.

અહીં નોંધનિય છે કે, દક્ષિણી કાશ્મીરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ખબરને પગલે સુરક્ષા દળોએ 8 જુલાઇએ સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં બુરહાન વાની અને એના બે સાથીઓ ઠાર મરાયા હતા. એ બાદ કાશ્મીર ઘાટીમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. જેમાં અંદાજે 20થી વધુ દિવસો સુધી કરફ્યૂ લદાયો હતો અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.
First published:

Tags: આતંકવાદી સંગઠન, જમ્મુ કાશ્મીર, બુરહાન વાની, લશ્કર એ તોયબા, હિજબુલ મુજાહિદ્દીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन