80 લાખથી વધુ સર્વે નંબરોના 2004 પહેલાના 7/12ના ઉતારા ઓનલાઈન થશે

News18 Gujarati
Updated: October 17, 2019, 8:16 PM IST
80 લાખથી વધુ સર્વે નંબરોના  2004 પહેલાના 7/12ના ઉતારા ઓનલાઈન થશે
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં સને 2004થી 7/12ના રેકર્ડ કોમ્પ્યુટરરાઈઝ થયેલ છે. જે નાગરિકો ઈ-ધરા કેન્દ્ર ખાતેથી મેળવી શકે છે તેમ જ ઓનલાઈન જોઈ શકે છે.

  • Share this:
ગાંધીનગર:મહેસૂલ મંત્રી કૌશિક પટેલે (Revenue Minister Kaushik Patel) જણાવ્યું છે કે, મહેસૂલી સેવાઓ નાગરિકોને ઝડપી અને સરળતાથી સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે ત્યારે ઓનલાઈન એન.એ. સહિતની વિવિધ મહેસૂલી સેવાઓ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પુરી પાડીને નાગરિકોને (Citizen) આ સેવાઓ વધુ સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે જેનો લાભ પણ નાગરિકો મેળવી રહ્યાં છે.

આજ રોજ ગાંધીનગર ખાતેથી રાજ્યના કલેકટરોને (Collectors) વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સંબોધતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સને 2004થી 7/12ના રેકર્ડ કોમ્પ્યુટરરાઈઝ (Computarised) થયેલો છે. જે નાગરિકો ઈ-ધરા (E-dhara)કેન્દ્ર ખાતેથી મેળવી શકે છે તેમ જ ઓનલાઈન (Online) જોઈ શકે છે. 80 લાખ (80 lakh)થી વધુ સર્વે નંબરોના સને 2004 પહેલાના 7/12ના 8 કરોડથી વધુ પાનાઓનું સ્કેનીંગ કરીને ડિઝીટલાઈઝેશન કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. જે ટુંક સમયમાં જ ઓનલાઈન કરી દેવાશે,”

મહેસૂલ મંત્રીએ જિલ્લા કક્ષાએ SITમાં દાખલ કરવામાં આવેલ પ્રકરણોના ઝડપથી નિકાલ કરવા અને સરકારી પ્લોટો પર થયેલ દબાણને ઝુંબેશ રૂપે હાથ ધરી સરકારી પ્લોટોને દબાણ મુક્ત કરવા જિલ્લા કલેકટરોને ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું.

રાજ્યના છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પુરા પાડવા સંદર્ભે જે પ્રશ્ન છે તેનો સત્વરે ઉકેલ લાવવા પર ભાર મુકતા મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના કલેકટરો, પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારો દ્વારા ગ્રામ્યકક્ષાએ રાત્રિ મુકામ કરીને સમયમર્યાદાના પ્રશ્નો છે તેનો પણ સત્વરે નિકાલ લાવવા સુચનાઓ આપી હતી. નાગરિકોને મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે સબરજીસ્ટ્રાર કચેરીઓને પણ અદ્યતન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને મોડલ સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે,”.

 
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading