Home /News /madhya-gujarat /

અનાર પટેલના સહયોગીનો જમીન વિવાદ: કોર્ટ કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવશે

અનાર પટેલના સહયોગીનો જમીન વિવાદ: કોર્ટ કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવશે

રિસોર્ટ જેવી વાણિજ્યિક પ્રવૃત્તિ માટે જમીનનો પ્રવર્તમાન ભાવ રૂ. ૧૮૦/- પ્રતિ ચો.મી. ચાલે છે...

રિસોર્ટ જેવી વાણિજ્યિક પ્રવૃત્તિ માટે જમીનનો પ્રવર્તમાન ભાવ રૂ. ૧૮૦/- પ્રતિ ચો.મી. ચાલે છે...

    ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના દિકરી અનાર પટેલના સહયોગીને ધારી પાસેના ગ્રેટર ગીરના જંગલમાં વાઈલ્ડવુડ રિસોર્ટ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થયેલી છે. હાઈકોર્ટે આજે આદેશ કર્યો છે કે, આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવામાં આવે. હાઈકોર્ટે અરજદારને આદેશ કર્યો છે કે, કેન્દ્ર સરકારને આ અરજીની નકલ આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાશે.

    સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, ધારી પાસે ગ્રેટર ગીર જંગલનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં વાઈલ્ડ વુડ પ્રોજેક્ટ માટે હરાજી કર્યા વગર જ પાણીના ભાવે જમીન આપવામાં આવી છે. આ વિસ્તારમાં વન્ય જીવો અને સિંહોની અવરજવર રહે છે. આ રિસોર્ટના લીધે, વન્ય જીવોને પણ ભારે અસર થશે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ કરી રાજીનામાની માંગ કરતા કહ્યું હતું કે, PM મોદી અને આનંદીબહેન દ્વારા સરકારની આડમાં પોતાના મળતીયાઓને ફાયદાઓ કરાવી ભ્રષ્ટાચાર કરાવવામાં આવે છે. મોઢવાડીયાએ કહ્યું હતું કે, અનારબેન પટેલના ભાગીદારોને વાઈલ્ડવુડ રિસોર્ટ પ્રા. લિ.ના નામે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાતળા ગામે ગીર સિંહ અભ્યારણ્યના ૦થી ૧.૫ કિ.મી. ત્રિજયામાં ઈકો સેન્સીટીવ ઝોનના વ્યાપારી-ઔઘોગિક રીતે પ્રતિબંધિત ઝોનમાં આવેલી ૨૪૬ એકર સરકારી ખરાબાની જમીન માત્ર રૂ. ૧૫ ના ટોકન દરથી “ઉપર”ની સૂચનાથી ઝડપે મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ૧૭૧ એકર ખેતીની જમીનને બિનખેતીમાં ગેરકાનુની રીતે રૂપાંતરિત કરીને ૪૨૨ એકર જમીન ઉપર રિસોર્ટ બનાવવાના નામે આંબાનો કેસર કેરી અને અન્ય ઝાડનો અનાર પટેલે બગીચો બનાવીને ગેરકાનુની ફાર્મ હાઉસ બનાવવાનું કૌભાંડ કર્યું હતું.

    તેમણે જેતે સમયે વધુમાં જણાવ્યું હતું કે, રિસોર્ટ જેવી વાણિજ્યિક પ્રવૃત્તિ માટે જમીનનો પ્રવર્તમાન ભાવ રૂ. ૧૮૦/- પ્રતિ ચો.મી. ચાલે છે. જમીનનો બજારભાવ તો એક એકરના રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડ સુધી ચાલે છે. એટલે કે રૂ. ૧,૨૫૦/- પ્રતિ ચો.મી. છતાં ઉપરના દબાણને કારણે તા. ૫-૧૨-૨૦૦૮ના રોજ મળેલી જિલ્લા કક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિએ જમીનના ભાવ રૂ. ૧૫/- પ્રતિ ચો.મી.ની ભલામણ કરી હતી.

    સ્ટોરી - કલાપી
    Published by:kiran mehta
    First published:

    Tags: Anar patel, Dhari land, Forest land scam, Land issue, આનંદીબેન પટેલ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन