Home /News /madhya-gujarat /

સિમકાર્ડ અપડેટ માટે મેસેજ અને ફોન કરનારે મહિલાના 8.50 લાખ સેરવ્યા, જાણો છેતરપિંડીની કરામત

સિમકાર્ડ અપડેટ માટે મેસેજ અને ફોન કરનારે મહિલાના 8.50 લાખ સેરવ્યા, જાણો છેતરપિંડીની કરામત

ફોન કરનાર વ્યક્તિએ પોતે આઈડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહ્યું હતું.

ફોન કરનાર વ્યક્તિએ પોતે આઈડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહ્યું હતું.

અમદાવાદ : ઠગાબાજોએ હવે સેલ્યુલર કંપનીનો આધાર લઈને લોકો સાથે ઠગાઈ (fraud) કરવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડમાં પી.એ. તરીકે નોકરી કરતી મહિલાને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે આઈડિયાનું સીમકાર્ડ 3જીમાંથી 4જી કરાવવાનું કહું એસ.એમ.એસ નો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ (mobile hang) કરી લીધો હતો. આ નંબર બેન્ક એકાઉન્ટ સાથે મર્જ કરેલો હોવાથી સાયબર ક્રાઇમ આચરતા લોકોએ મહિલાના 8.50 લાખ અન્ય એકાઉન્ટમાં મેળવી લઈ ઠગાઈ આચરી હતી.

રાણીપ ખાતે આવેલી શિવકુંજ સોસાયટીમાં રહેતા રેખાબહેન યાદવ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ ગાંધીનગર ખાતે પી.એ. તરીકે નોકરી કરે છે. ગત 9મી જુનના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આઈડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહ્યું હતું. બાદમાં સીમકાર્ડ થ્રિજીમાંથી ફોર જી નેટવર્ક કરવાનું હોય તો એક મેસેજ આવે તેમાં Y લખીને રીપ્લાય કરવાનો રહેશે. બાદમાં તેમનો ફોન બંધ થઇ ગયો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં નેટવર્ક આવી જશે તેવું આ શખશે કહ્યું હતું .જોકે છતાંય ફોન ચાલુ થયો ન હતો.

આ પણ વાંચો -  ગુજરાતનાં આ 15 તાલુકામાં 200 ટકાથી વધુ વરસાદ ખાબક્યો, હજી બે દિવસ વરસાદની આગાહી

રેખાબહેને તાત્કાલિક આઈડિયાની ઓફિસે ગયા ત્યાંથી કહ્યું કે ,કંપની તરફથી આવા કોઈ ફોન મેસેજ નથી કરાયા. બાદમાં મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવાથી શંકાઓ જતા તેઓ બેંક એકાઉન્ટ તપાસયું હતું. ત્યારે રૂપિયા ઉપડી ગયાની જાણ થતા જ તેઓ તાત્કાલિક બેંકનો સંપર્ક સાધ્યો હતો.

આ પણ જુઓ  -  

તો બેન્ક એકાઉન્ટમાંથી ગઠિયાઓએ અઢી લાખ ઉપરાંત પ્રિ એપૃવડ લોન કરાવી કુલ 8.50 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં રેખાબહેને સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા હવે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો -  સુરત એરપોર્ટના રનવે પર 200 કિમીની સ્પીડમાં મર્સિડીઝ દોડવાઇ, જાણો કારણ
Published by:Kaushal Pancholi
First published:

Tags: CYBER CRIME, Fraud, Woman, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन