ગુજરાત કાંઠે સર્જાયેલું વાવાઝોડું સુપર સાયક્લોન બન્યુ. શુ છે સુપર સાયક્લોન ?

News18 Gujarati
Updated: October 27, 2019, 5:54 PM IST
ગુજરાત કાંઠે સર્જાયેલું વાવાઝોડું સુપર સાયક્લોન બન્યુ. શુ છે સુપર સાયક્લોન ?
પ્રતિકાત્મક તસવીર

લો પ્રેશર વધુ મજબુત બને એટલે સૌથી પહેલા પોર્ટને એલર્ટ આપવામાં આવે છે.અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચનો આપવામાં આવે છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ: અરબી સમુદ્રમાં વાવાઝોડુ વધુ તોફાની બન્યુ છે અને એ "ક્યાર" સુપર સાયકલોન બની ગયુ છે એટલે ખતરનાક વાવાઝોડુ છે. કારણ કે વાવાઝોડુ સક્રિય થાય ત્યારે પહેલા લો પ્રેશર સક્રિય થાય છે. લો પ્રેશર વધુ મજબુત બને તો વેલ માર્ક લો પ્રેશર એરિયા બને. ત્યાર બાદ ડિપ્રેશનરમાં પરિવર્તિત થાય અને પછી ડીપ ડિપ્રેશન બને છે. જેમાંથી વાવાઝોડુ સક્રિય થાય છે..એટલે કે સાયકલોન સ્ટોર્મ બની ગયા બાદ સિવિયર સાયક્લોન બન્યુ છે.

જેમાથી વેરી સિવિયર સાયક્લોન બન્યુ.અને ઇક્સ્ટ્રીમ્લિ સિવિયર સાયકલોન બન્યુ હતુ..જેમાંથી સૌથી ખતરનાક એવુ સુપર સાયક્લોન બન્યુ છે.એટલે વાવાઝોડાની જે સિસ્ટમ અપડેટ થાય છે.તેમા છેલ્લુ સ્ટેજ પર આવી ગયુ છે.

હાલ આ વાવાઝોડુ ખતરનાક બની ગયુ છે. જોકે, સુપર સાયકલોન થઈને જ્યાં ટકરાય ત્યા નામો નિશાન મિટાવી દે છે. કારણ કે સુપર સાયકલોનમાં પવનની ગતી ખુબ તેજ હોય છે. અત્યારે પણ સુપર સાયક્લોન બની ગયા બાદ દરિયામાં 240થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય રહ્યો છે અને પવનની ગતિ વધીને 290 કિલોમીટર સુધી વધી શકે છે.

લો પ્રેશર સક્રિય થાય એટલે મોસમ વિભાગ દ્વારા પળે પળનુ મોનિટરિંગ કરવામાં આવે છે.અને કઈ સિસ્ટમથી શુ થય શકે તેની પણ જાણ કરતા હોય છે. લો પ્રેશર વધુ મજબુત બને એટલે સૌથી પહેલા પોર્ટને એલર્ટ આપવામાં આવે છે.અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચનો આપવામાં આવે છે.

કારણ કે ઓમાન તરફ ગુજરાતથી જહાજો થતા હોય છે.તેમાં કરોડ રૂપિયાનો સામાન હોય છે.અને જો વાવાઝોડાની ઝપટમાં આવી જાય તો જહાજમા ભરેલા સામાનુ કરોડો રૂપિયાનુ નુકસાન થાય છે.સાથે સાથે અરબો રૂપિયામાં તૈયાર થયેલા જહાજ વાવાઝોડાની એક ઝપટમાં નામો નિશાન ભુસાય જાય છે.અને જહાજમાં સવાર લોકોને પણ બચાવી શકાતા નથી.જેને લઈ માછીમારો અને પોર્ટે એલર્ટ કરવામાં આવે છે.

વાવાઝોડુ કઈ દિશામાં જઈ રહ્યુ છે. તે વિસ્તારના તંત્રને એલર્ટ કરવામાં આવે છે.અને શુ નુકસાન થશે તેનો રિપોર્ટ આપવામાં આવે છે.જોકે ગુજરાતના નસબી સારા કે આ ખતરનાક વાવાઝોડુ ગુજરાત તરફ નથી આવતુ.અને જો કોઈ પણ કુદરતી આફત આવે તો તે રાજ્યનો વિકાસ 10 વર્ષ પાછળ જતો રહે છે.કારણ કે તંત્ર અને સરકાર લોકોને બચાવી શકે છે.પરંતુ કુદરતી અને કુત્રિમ સૌદયને વાવાઝોડુ નાસ કરે છે.જોકે આશા રાખીએ કે આ તોફાની વાવાઝોડુ પણ દરિયામાં નબળુ પડી જાય.અને ક્યા નુકસાન કરે નહી. 
First published: October 27, 2019, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading