અમદાવાદ : કોરોનાના (Coronavirus) કહેર દરમિયાન વિદેશોમાં ફસાયેલા ભારતીયો પાછા દેશમાં આવી રહ્યાં છે. ત્યારે કુવૈતની (Kuwait) અમદાવાદ (Ahmedabad) ફ્લાઇટમાં એક મુસાફરને કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. જેના કારણે તંત્રમાં ફફડાટ મચી ગયો હતો. વિદેશથી ભારતીયોને એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટમાં લાવવામાં આવે છે.
મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા કુવૈતથી અમદાવાદ આવેલા મુસાફર જેને એરપોર્ટ પરથી સીધો નક્કી કરેલા સ્થળે મોડાસામાં કવૉરન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ મુસાફર સાબરકાંઠા જિલ્લાનો વિજયનગરનો રહેવાસી છે. તેને અરવલ્લી જિલ્લાની મેડિકલ ટીમે ટેસ્ટિંગ કરતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મુસાફરની આસપાસ બેઠેલા કે આ વ્યક્તિનાં સંપર્કમાં આવેલા લોકો પણ સંક્રમિત થાયાની સંભાવના હોય શકે છે.
આ પણ વાંચો : ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, સૌથી પહેલા અહીં ક્લિક કરીને જાણી લો Result
સામાન્ય રીતે એરપોર્ટ પર તમામ પ્રવાસીઓનું મેડિકલ પરીક્ષણ થાય છે જો તેના રિપોર્ટ નોર્મલ આવે તો જ તેને પ્લેનમાં બેસવાની મંજૂરી મળે છે. તો આ કોરોના પોઝિટિવ વ્યક્તિએ કઇ રીતે મુસાફરી કરી તેની તપાસ જરૂરી છે. જો મેડિકલ નિષ્ણાંતોનું માનીએ તો તેમનું કહેવું છે કે, કેટલાક લોકો એરપોર્ટ પર આવતા પહેલા તાવની દવા લઇને બેસે છે જેના કારણે ત્યારે તેઓ સ્વસ્થ લાગે છે. પરંતુ આવું કરવું ઘણું જ જોખમી સ્વરૂપ ધારણ કરી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર અત્યાર સુધી 6 કોરોનાના કેસ સામે આવ્યા છે જે ચિંતાજનક છે.
આ પણ જુઓ -