ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જગ્યાએ સરેરાશ 100% વરસાદ, કચ્છમાં સૌથી વધારે 141% વરસાદ

News18 Gujarati
Updated: September 9, 2019, 9:53 AM IST
ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જગ્યાએ સરેરાશ 100% વરસાદ, કચ્છમાં સૌથી વધારે 141% વરસાદ
ચાર દિવસની આગાહી.

સોમવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાઓનાં 177 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ : સોમવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાઓનાં 177 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ અમરેલીના ખાંભામાં નોંધાયો છે. આ ઉપરાંત કેશોદ, ચીખલી અને લીલીયામાં પણ ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં સરેરાશ વરસાદ 110 ટકા થયો છે.

9મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદ :

સરેરાશ વરસાદ : 109.99 ટકા

દક્ષિણ ગુજરાત : 118.16 ટકા
સૌરાષ્ટ્ર વિસ્તાર : 109 ટકા
પૂર્વ-મધ્ય ગુજરાત : 101 ટકાકચ્છ : 140.99 ટકા
ઉત્તર ગુજરાત : 88.42 ટકા

સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ?

ખાંભા (અમરેલી)------------- 148 મિ.મી.
કેશોદ (જૂનાગઢ) ------------- 108 મિ.મી.
ચીખલી (નવસારી)------------ 104 મિ.મી.
લીલીયા (અમરેલી)------------ 102 મિ.મી.
વિસાવદર (જૂનાગઢ)---------- 93 મિ.મી.

સોમવારે સવારે છથી આઠ વાગ્યા સુધી ક્યાં કેટલી વરસાદ?

ડોલવણ (તાપી)-------------- 60 મિ.મી.
ભાવનગર------------------- 54 મિ.મી.
ચિખલી (નવસારી)------------46 મિ.મી.
વડિયા (અમરેલી)------------ 36 મિ.મી.
સોનગઢ (તાપી)------------- 36 મિ.મી.
સુબિર (ડાંગ)---------------- 26 મિ.મી.
મેંદરડા (જૂનાગઢ)------------ 25 મિ.મી.
જોડિયા (જામનગર)---------- 22 મિ.મી.
ગણદેવી (નવસારી)-----------22 મિ.મી.

વરસાદની આગાહી :

હવામાન વિભાગ તરફથી પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે પ્રમાણે તા. 9મી સપ્ટેમ્બરના રોજ આખા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. 11મી સપ્ટેમબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયો વરસાદ પડશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 12મી સપ્ટેમ્બરના રોજ કચ્છમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर