"ભાજપમાં ભડકો"
કોળી સમાજ બાદ ઠાકોર સમાજમાં રોષ
મંત્રીપદ માટે દેખાવો
Gujarat cabinet-minister of Council Oath Taking Ceremony : જસદણ-વીંછીયામાં કોળી સમાજની બેઠક, જો કુંવરજીને મંત્રીપદ ન મળે તો ભાજપ (BJP)ને 2022માં ભોગવવું પડશે એવી ચેતવણી
અમદાવાદ : રાજ્યમાં બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ (Gujarat New CM Bhupendra Patel cabinet minister of Council Oath Taking Ceremony) થઈ શકી નહીં. ગાંધીનગર રાજભવનમાં શપથવિધિના પોસ્ટરો અને બેનરો ઉતારી લેવાની ફરજ પડી. ભાજપમાં (BJP Gujarat)માં સબ સલામત હોવાની વાતો ખોટી ઠરી. સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી (Gujarat New Ministry No Repeat Theory)ના સમાચારોથી ભાજપમાં ઉકળતા ચરૂની સ્થિતિ છે. દિવસભર એવા સમાચારો આવ્યા કે ભાજપમાં એકવાર પણ મંત્રી બનેલા નેતાને ફરીથી મંત્રીપદ નહીં મળે. આ સમાચારોએ શિસ્તબદ્ધ ભાજપના બારણા ખટખટાવી નાખ્યા. ગણગણાટ ધીમે ધીમે શરૂ થયો અને સાંજ પડતા ખૂલીને પ્રદર્શનો થવા લાગ્યા. ઉત્તર ગુજરાતમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર (Dilip Thakor Supporters warned BJP)ના સમર્થકોએ મોરચો ખોલી નાખ્યો તો જસદણ-વિંછીયામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya Supporters warned BJP)ના સમર્થકોએ પણ તેમનું મંત્રી પદ ન કાપવાની ચીમકી ઉચ્ચારી. ત્યાં સુધી કે જો ભાજપ કુંવરજીનું મંત્રીપદ કાપે તો 2022માં કોળી સમાજ જોઈ લેશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા.
દિવસભર ધમાચકડી વચ્ચે ભાજપે રાજભવન પર ઠીકરું ફોડતા આજે શપથવિધિ કેન્સલ કરી નાખી. ગુરૂવારે 16મી સપ્ટેમ્બરે રાજભવનનમાં ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. સીએમઓ ગુજરાતના ટ્વીટર પરથી બપોરે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
કુંવરજી બાવળિયાના સર્થકોએ કહ્યુ કે જો કુંવરજી ભાઈનું મંત્રીપદ છીનવવામાં આવશે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેના પરિણામો ભોગવવા પડશે. સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યા છે. આજે તેમના ભત્રીજા સહિતના કોળી યુવાનોએ કોળી સમાજની બેઠક યોજી હતી.
દરમિયાન ચાણસ્મા ખાતે દિલીપ ઠાકોરનું મંત્રીપદ હટાવવામાં આવે તો રાજીનામાની ચીમકી સાથે સમર્થકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. દિલીપ ઠાકોરનું કેબિનેટ મંત્રીપદ બરકરાર રાખવાની માંગ સાથે ઠાકોર સમર્થકો ખુલીને આવી ગયા હતા. આ સ્થિતિમાં ભાજપ હાઇકમાન્ડ દિવસભર મૂંજવણમાં રહ્યુ હતું.
પાટણ
ચાણસ્મામાં દિલીપ ઠાકોરના સમર્થકો આવ્યા રોડ પર
ચાણસ્મા હાઇવે પર સમર્થકોએ હાઇવે ચક્કા જામનો પ્રયાસ
દિલીપ ઠાકોરને કેબિનેટનું સ્થાન યથાવત રાખવા માગ
દિલીપ ઠાકોરનું મંત્રી પદ હટાવાય તો મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી pic.twitter.com/VvxB8tXkC4
નવા મંત્રી મંડળમાં નો-રિપીટની શક્યતા 27 મંત્રી લઈ શકે છે શપથ
દરમિયા અંતિમ ઘડીના અહેવાલો મુજબ ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળમાં 27 મંત્રીઓ શપથ લઈ શકે છે. આ પૈકીના 3 મહિલા ધારાસભ્યોને શપથ લેવડાવામાં આવશે. તમામ મંત્રીઓ કોરી પાટી હશે. સંભવિતો એકપણ વાર મંત્રી બન્યા નહીં હોય. ભાજપ નવા કલેવર અને ફ્લેવર સાથે 2022ના ચૂંટણી મેદાનમાં જવા માંગે છે. જોકે, યાદવા સ્થળીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાઇકમાન્ડ શું એક્શન લેશે તેના પર સૌની નજર છે.
નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને લઈને નારાજગી
નવા મંત્રીમંડળમાં કુંવરજીભાઇ બાવળીયાને મહત્વનું સ્થાન આપવા માગ
અખિલ ગુજરાત કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષએ પીએમને લખ્યો પત્ર
કુંવરજીભાઇને મંત્રીમંડળમાંથી પડતા મુકાશે તો કોળી સમાજનું અપમાન ગણાશે pic.twitter.com/eKGihhWvBq
સૂત્રોની જાણકારી મુજબ નવા મંત્રીમંડળમાં નો-રિપીટની થિયરી મુજબ નીતિન પટેલથી લઈને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુધી કોઈ પણ વ્યક્તિ મંત્રીમંડળનો ભાગ નહીં હોય. તમામ મંત્રીઓના અંગત સ્ટાફને આજે રવાના કરી દેવામાં આવ્યો છે. જૂના મંત્રીઓની ઓફિસમાં તો સાફ-સફાઈ પણ થઈ ચુકી છે ત્યારે ભાજપ માટે આ નિર્ણય કેટલો સાર્થક સાબિત થશે તે તો 2022ના પરિણામો જ કહેશે.