અમદાવાદઃકોબામાં ઘરમાં ઘૂસી બિલ્ડરના પત્નીની લૂંટના ઇરાદે હત્યા

News18 Gujarati | Pradesh18
Updated: October 15, 2016, 12:35 PM IST
અમદાવાદઃકોબામાં ઘરમાં ઘૂસી બિલ્ડરના પત્નીની લૂંટના ઇરાદે હત્યા
અમદાવાદઃ ગાંધીનગરથી 8 કિમી દૂર આવેલા કોબા ગામમાં ધોળે દિવસે આધેડ મહિલાની કરપીણ હત્યાથી ચકચાર મચી જવા પામી છે. શુક્રવારે સવારે 11.30ના સુમારે કોબાના મનોરમ્ય બંગલોઝના 9 નંબરના બંગલામાં રહેતા વ્યવસાયે બિલ્ડર એવા પ્રદિપભાઇ પટેલના ધર્મપત્ની ચેતનાબેન પટેલ ઘરે એકલા હતા તે સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લૂંટના ઇરાદે હત્યા કરી હતી.

  • Pradesh18
  • Last Updated: October 15, 2016, 12:35 PM IST
  • Share this:
અમદાવાદઃ ગાંધીનગરથી 8 કિમી દૂર આવેલા કોબા ગામમાં ધોળે દિવસે આધેડ મહિલાની કરપીણ હત્યાથી ચકચાર મચી જવા પામી છે. શુક્રવારે સવારે 11.30ના સુમારે કોબાના મનોરમ્ય બંગલોઝના 9 નંબરના બંગલામાં રહેતા વ્યવસાયે બિલ્ડર એવા પ્રદિપભાઇ પટેલના ધર્મપત્ની ચેતનાબેન પટેલ ઘરે એકલા હતા તે સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને લૂંટના ઇરાદે હત્યા કરી હતી.

ચેતનાબેનને ગળે ફાંસે આપીને તેમજ બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તો સાથે જે તેમણે પહેરેલા સોનાના દાગીના અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. જો કે ઘરમાં જે રીતે તમામ સામાન વ્યવસ્થિત હતો તે જોતા કોઇ જાણભેદુઓ દ્રારા આ ઘટના બની હોવાનું પોલીસ સુત્રો માની રહ્યા છે. હાલમાં તો તેમના ઘરે અવરજવર કરતા અને આસપાસના લોકોની પૂછપરછ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 100 વર્ષમાં આ પ્રકારનો કોઇપણ કરુણ અને ઘાતકી બનાવ કોબા ગામમાં બન્યો નથી ત્યારે આ ઘટનાનો ભેદ પોલીસ જલ્દી ઉકેલે તેવી આશા રાખી રહ્યા છે.
First published: October 15, 2016, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading