Home /News /madhya-gujarat /

જો પતંગ ચગાવવાનું આ ગણિત આવડી ગયું તો તમારો પતંગ હવા સાથે વાતો કરશે!

જો પતંગ ચગાવવાનું આ ગણિત આવડી ગયું તો તમારો પતંગ હવા સાથે વાતો કરશે!

કિન્ના જો સરખી ના બંધાઈ હોય તો પતંગ ચગી શકતો નથી અને એટલે જ મુકેશભાઈ પતંગની કિન્ના બાંધવા માટેના માપ શોધી કાઢ્યા છે.

પતંગની કિન્ના બાંધવાની અલગ-અલગ રીતો, દોરી કેટલા તારની તેની ચકાસણી, અને દોરી લપેટવાની નવી જ તરકીબો તમને બનાવશે આકાશનો બાદશાહ!

અમદાવાદ: ઉત્તરાયણ (Uttarayan 2020)માં આમ તો પતંગ ચગાવવાની (Kite Flying) અને પતંગ લૂંટવાની મજા પતંગ રસીકો લેતા હોય છે. પરંતુ આ સમાચાર એ લોકો માટે છે જેઓ પતંગ ચગાવવા ઈચ્છે છે પરંતુ પતંગ ચગતો નથી. ત્યારે જાણો પતંગ ચગાવવાનું આ ગણિત (Kite Flying Mathematics) જેનાથી તમારો પતંગ આકાશની ઉંચાઈઓ પર પહોંચી જશે.

જેમને પતંગ ચગાવતા ન આવડતું હોય અને ઉત્તરાયણની મજા પણ માણવી હોય તો તેઓને નિરાશ થવાની જરુર નથી કારણ કે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું આવી ગયું છે ગણિત. આ ગણિત જો તમને આવડી જશે તો તમે ગમે તેવી હવામાં પતંગ તો ચગાવી જ શકશો તેની સાથોસાથ ભલભલાના પેચ કાપી પણ શકશો. ઉત્તરાયણમાં કાય પો છે.. કાય પો છેની બૂમો ધાબા પર સંભળાતી હોય છે અને પતંગ રસિયાઓ આ બૂમો પાડતા હોય છે પરંતુ આ બૂમો ત્યારે પડાય જ્યારે તમને પતંગ ચગાવતા આવડતું હોય.

એવા ઘણા લોકો છે જેમને પતંગ ચઢાવવાનો શોખ છે પણ તેમને પતંગ ચગાવતા આવડતું નથી. ત્યારે અમદાવાદના પતંગ રસિક મુકેશભાઈએ શોધી કાઢી છે પતંગ ચગાવવાની પદ્ધતિ. મુકેશભાઈએ તૈયાર કરેલું પતંગ ચગાવવાનું આ ગણિત જો તમારા મગજમાં બેસી જશે તો તમારા માટે પણ પતંગ ચગાવવું આસાન બની જશે. કોઈ પણ  પતંગ ચગાવવો હોય તો તેનો સૌથી મોટો દારોમદાર હોય છે તેની કિન્ના. કિન્ના જો સરખી ના બંધાઈ હોય તો પતંગ ચગી શકતો નથી અને એટલે જ મુકેશભાઈ પતંગની કિન્ના બાંધવા માટેના માપ શોધી કાઢ્યા છે.

પતંગની કિન્ના બાંધવાના ઉપયોગી માપ
આ માપ છે

  • શૂન્ય-શૂન્ય

  • શૂન્ય-સવા

  • સવા દોઢ

  • પહેલી વાર પતંગ ચગાવનાર માટે શૂન્ય-શૂન્ય

  • પતંગને હવા સાથે વાતો કરાવવા માટે શૂન્ય-સવા અને સવા-દોઢ


તો વળી જે લોકો મેદાનમાં ઊભા રહીને પતંગ ચગાવે છે અને જ્યારે પતંગ કપાઈ જાય છે અને દોરી લપેટવામાં કંટાળો આવે છે તો તેઓ દોરી લપેટવા સાઇકલનો ઉપયોગ કરવાની રીત પણ મુકેશભાઈએ વિકસાવી છે. જો દોરી લપેટવામાં કંટાળો આવે તો સાઇકલને ઉંધી રાખી ફીરકીનો એક છેડો પાછલા ટાયરને અડાડી રાખે તો જેમ ટાયર ફરે છે તેમ ફીરકી ફરે છે અને દોરી લપેટાય જાય છે.


દોરીની તારની ચકાસણી કેવી રીતે કરશો?

માત્ર પતંગની કિન્ના અને દોરી લપેટવાની સાથે મુકેશભાઈએ દોરી ખરીદતી વખતે દોરી કેટલા તારની છે તે જાણવાની પણ ટેકનીક વિકસાવી છે. મુકેશભાઈનું કહેવું છે કે દોરીના બંને છેડા પાણીમાં પલાળી દઈ તે બંને છેડા પાસે ગાંઠ લગાવી દેવાની. અને પછી તે દોરીનો એક છેડો દાંત વચ્ચે દબાવી અને બીજા છેડાને હાથમાં ફીટ પકડી રાખી આંગળી વડે તે દોરીને ઝણઝણાટી આપવાથી ગાંઠ પાસેના બંને છેડાના તાર છૂટા પડી જશે અને દોરી કેટલા તારની છે તે આસાનીથી ખબર પડી જશે. જો આ ટેકનીક પણ તમને આવડી ગઈ તો કોઈ પણ દોરી વેચનારો વેપારી નવ તારની દોરી કહીને છ તારની દોરી પધરાવી નહિ શકે. આ ટેકનીકથી ખબર પડી જશે કે દોરી 6 તારની છે, 9 તારની છે કે 12 તારની છે..

આકાશમાં ઉડતા પતંગ અને પતંગ ચગાવનાર વચ્ચે પતંગની કિન્ના એક કડીરુપ ભૂમિકા ભજવે છે એટલે જ જો કિન્ના વ્યવસ્થિત હશે તો પતંગ સરર.. હવામાં ઉડી જશે.. ઉત્તરાયણને સંપૂર્ણ રીતે માણવા માટે તેની નાનામાં નાની બાબતનું જ્ઞાન હોવું જરુરી છે. પછી તે જ્ઞાન પતંગની કિન્ના બાંધવાનું હોય, દોરી લપેટવાનું હોય કે પછી દોરીના તાર ગણવાનું હોય. જો આ ગણિત ખબર પડી ગઈ તો ઉત્તરાયણ મજા ડબલ થઈ જશે તે નક્કી છે.

આ પણ વાંચો, અમદાવાદની પોળોમાં ધાબા ભાડે રાખવાનો ટ્રેન્ડ વધ્યો, આ વખતે ભાડામાં કેટલો થયો વધારો?
First published:

Tags: Kite, Makar sankranti, Mathematics

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन