Home /News /madhya-gujarat /

પ્રદેશ18 વિશેષ : જાણો, બ્લેક મની વ્હાઇટ કરવા કેવા ચાલી રહ્યા છે જુગાડ? જાણો

પ્રદેશ18 વિશેષ : જાણો, બ્લેક મની વ્હાઇટ કરવા કેવા ચાલી રહ્યા છે જુગાડ? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરતાં દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્લેક મની સાચવીને બેસી રહેલા લોકોની ઉંઘ હરામ થઇ છે. બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે શું કરવું એ જુગાડ કરવામાં વ્યસ્ત થયા છે. ગુગલ પર કાળા ધનને સફેદ કેવી રીતે કરવું? ટ્રેન્ડ થવા લાગ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરતાં દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્લેક મની સાચવીને બેસી રહેલા લોકોની ઉંઘ હરામ થઇ છે. બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે શું કરવું એ જુગાડ કરવામાં વ્યસ્ત થયા છે. ગુગલ પર કાળા ધનને સફેદ કેવી રીતે કરવું? ટ્રેન્ડ થવા લાગ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરતાં દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્લેક મની સાચવીને બેસી રહેલા લોકોની ઉંઘ હરામ થઇ છે. બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે શું કરવું એ જુગાડ કરવામાં વ્યસ્ત થયા છે. ગુગલ પર કાળા ધનને સફેદ કેવી રીતે કરવું? ટ્રેન્ડ થવા લાગ્યું છે.

ગુગલ પર જુગાડનું થયું ટ્રેન્ડ

ગુગલ પર આનો જવાબ ભલે ના મળે પરંતુ બ્લેક મનીને સફેદ કરવા માટે શું કરવું એ જુગાડ લોકો પોતાની રીતે પ્લાન કરી રહ્યા છે. આવામાં તમામ લોકો હવે સરકાર શું પગલાં ભરી શકે છે એને લઇને એ દિશામાં વિચારી જુગાડના પ્લાન કરી રહ્યા છે.

બુકિંગ કરાવી વ્હાઇટ કરવા પ્રયાસ

દેશભરમાં બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે રેલવે ટિકિટનો સહારો લેવાયો હતો. બે દિવસમાં કરોડો રૂપિયાની ટિકિટો બુક કરવામાં આવી હતી. કહેવાઇ રહ્યું છે કે, આ ટિકિટોને રદ કરી બ્લેક મનીને વ્હાઇટ કરી શકાશે. પરંતુ પશ્વિમ રેલવેએ આ માટે સૌથી પહેલા સખત પગલાં ઉઠાવ્યા છે બે દિવસમાં બુક થયેલી ટિકિટ પર કેન્સલ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

સોનામાં રોકાણનો કીમિયો

કાળા ધનને બચાવવા માટે બીજો જુગાડ સોનામાં રોકાણનો અપનાવાઇ રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, દેશમાં સોના બજારમાં આગ જેવી તેજી જોવા મળી રહી છે. સોનાની ઓપન બજારમાં ભલે મામુલી તેજી હોય પરંતુ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે સોનાના બ્લેક બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાના બ્લેક મની માટે પ્રતિ 10 ગ્રામના ભાવ રૂ.47 હજારથી લઇને 60 હજાર બોલાઇ રહ્યા છે. પરંતુ આ બહાર આવતાં આઇટી વિભાગે જ્વેલર્સના ત્યાં પણ વોચ કરવાનું શરૂ કરી દીધું છે.

50 હજારથી ઓછું ભરણું...

કેટલાક લોકોએ સરકારની નજરથી બચવા માટે બેંક ખાતામાં 49-49 હજાર રૂપિયા જમા કરવાનો કીમિયો અપનાવી રહ્યા છે. 50 હજાર રૂપિયાથી ઓછી રકમ જમા કરાવતાં પાન કાર્ડની જરૂર પડતી નથી. પરંતુ સરકાર આવા ટ્રાન્જેકશન પર પણ ખાસ નજર રાખી રહી છે.

ઓનલાઇન ટ્રાન્જેકશન :

બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે લોકો કેટલુંક નુકશાન વેઠવા પણ તૈયાર થઇ રહ્યા છે. આ માટે કેશ ઓફર કરી એની અવેજીમાં અડધી રકમ જ માંગવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે આઠ લાખ રૂપિયાનું કાળું નાણું આપવામાં આવે તો સામે ચાર લાખ રૂપિયા આપવા પડશે. પરંતુ આ રકમ કેશને બદલે ઓનલાઇન ટ્રાન્જેકશનના રૂપમાં પરત કરવાની રહેશે. જોકે આવા વ્યવહારો પર પણ આઇટી ખાસ નજર રાખી રહ્યું છે.

સીધી ટકાવારી:

કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે હજુ પણ આવક છુપાવવાની જગ્યા છે એવા લોકો બ્લેક મની માટે બિન્દાસ્ત છે. બ્લેક મનીના નાણાં વ્હાઇટ કરવા માટે 10 ટકાથી લઇને 30 ટકા સુધીની ઓફર કરી રહ્યા છે. જોકે આ નાણાં બે ત્રણ મહિના બાદ પરત કરવા સુધીની પણ સમય મર્યાદા અપાઇ રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
First published:

Tags: 1000, 500, કરન્સી બેન, જુગાડ, નરેન્દ્ર મોદી, ભારતીય ચલણી નોટ, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन