'ટીમ વિજય': ઓળખો સરકારમાં સામેલ મંત્રીઓને, અનુભવીની સાથે નવા ચહેરાઓને પણ સ્થાન

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 26, 2017, 5:47 PM IST
'ટીમ વિજય': ઓળખો સરકારમાં સામેલ મંત્રીઓને, અનુભવીની સાથે નવા ચહેરાઓને પણ સ્થાન
વિજય રૂપાણીની સરકારમાં કુલ 9 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ

તમામ પાસાને ધ્યાનમાં રાખી ટીમમાં અનુભવીની સાથે સાથે નવા ચહેરોઓને પણ સ્થાન અપાયું છે.

  • Share this:
અમદાવાદઃ ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ સંપન્ન થયો. વિજય રૂપાણીની ટીમમાં 19 લોકોને સામેલ કરાયા. વિજય રૂપાણીની ટીમમાં રાજ્યના દરેક ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ પાસાને ધ્યાનમાં રાખી ટીમમાં અનુભવીની સાથે સાથે નવા ચહેરોઓને પણ સ્થાન અપાયું છે. જ્ઞાતિવાદના સમીકરણને ધ્યાનમાં રાખી મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

કેબિનેટમાં સ્થાન. ગુજરાતના વરિષ્ઠ ક્ષત્રિય દરબાર ચહેરો. ગુજરાતની રૂપાણી સરકારના સીનિયર મંત્રી બન્યા છે. શિક્ષા અને રાજસ્વ જેવા મહત્વપૂર્ણ વિભાગનો બહોળો અનુભવ ધરાવે છે. અમદાદવાદ જિલ્લાની ધોળકા સીટ પરથી સતત 5મી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

આર.સી.ફળદુ

ફળદુને પણ કેબિનેટમં સ્થાન મળશે. ભાજપના જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ લેઉવા પટેલ સમાજ સાથે જોડાયેલા છે. બેવાર ગુજરાત બીજેપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. પાટીદારોના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી જીતીને ત્રીજીવાર ધારાસભ્ય બન્યા છે.

કૌશિક પટેલગુજરાત બીજેપી સંગઠનનું મોટું નામ અને પટેલ ચહેરો. પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના સૌથી વિશ્વાસુ મનાય છે. આ વખતે તેમની જ ખાલી થયેલી સીટ નારણપુરાથી ચૂંટણી જીતીને ચોથી વખત ધારાસભ્ય ચૂંટાયા છે. રાજ્યના રાજસ્વ મંત્રી સહિત અન્ય કેટલાક મંત્રાલયોના પદને પણ સંભાળી ચૂક્યા છે. કેશુભાઇ અને મોદી મંત્રીમંડળમાં કામ કરવાનો અનુભવ છે.

સૌરભ પટેલ

રાજ્યમાં પાર્ટીનો સૌથી મોટો સોફેસ્ટિકેટેડ ચહેરો. પાટીદાર સમાજ સાથે સબંધ ધરાવે છે. સતત પાંચમીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મોદી અને આનંદીબેન મંત્રીમંડળમાં ફાઇનાન્સ અને ઉર્જા સહિત અન્ય મહત્વના મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

ગણપત વસાવા

ગુજરાત બીજેપીનો અત્યારનો સૌથી મજબૂત આદિવાસી ચહેરો. જેમણે ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરી છે. સતત ચોથીવાર સુરત જીલ્લાની માંગરોળ સીટથી ચૂંટણી જીત્યા છે. રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા. આ સિવાય વિધાનસભામાં સ્પીકર પણ રહી ચૂક્યા છે. મોદી અને આનંદીબેન મંત્રીમંડળમાં પણ સ્થાન મળ્યું હતું.

દિલીપ ઠાકોર

ગુજરાત બીજેપીનો સૌથી મોટો ઠાકોર ચહેરો છે. ઓબીસી સમાજમાં પણ મજબૂત પકડ છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠાકોર આંદોલનની લહેર વચ્ચે વધુ વોટોથી ચૂંટણી જીતીને પાંચમીવાર ધારાસભ્ય ચૂંટાયા છે. મોદી અને આનંદીબેન અને રૂપાણી મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે.

જયેશ રાદડિયા

સૌરાષ્ટ્રના મજબૂત પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને પોતે પણ પાટીદાર સમાજમાં સારી એવી પકડ ધરાવે છે. પાટીદાર આંદોલનની આંધી વચ્ચે પણ જેતપુરની મુશ્કેલ સીટ મોટા માર્જીનથી જીત્યા. 2007ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી જીત્યા. 2012માં પિતાની સાથે બીજેપીમાં સામેલ થયા અને ચૂંટણી જીત્યા. મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું પછી આનંદીબેન અને રૂપાણી મંત્રીમંડળમાં પણ રહ્યા.

પરબત પટેલ

ઉત્તર ગુજરાતના ચૌધરી પટેલ સમાજમાંથી આવે છે. બનાસકાંઠાની થરાદ સીટથી પાંચમીવાર ધારાસભ્ય ચૂંટાયા છે. મોદી અને આનંદીબેન સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

પ્રદીપસિંહ જાડેજા

અમિત શાહના સૌથી નજીકના લોકોમાંના એક છે. ગુજરાતનો ઉભરતો ક્ષત્રિય-દરબાર ચહેરો છે. સતત ચોથી વખત જીતીને વિધાનસભાના સભ્ય બન્યા છે. મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયની સાથે કામ કરવાનો અનુભવ છે.

પરસોત્તમ સોલંકી

સતત છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા. રાજ્યનો સૌથી મોટો કોળી ચહેરો જેણે કોળી સમાજને બીજેપી સાથે જોડી રાખ્યો છે. જોકે, આ વખતે પાર્ટીનું કોળી સીટો પર સારુ પ્રદર્શન ન રહ્યું. પરંતુ પરસોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. કેશુભાઇ, મોદી, આનંદીબેન અને રૂપાણી મંત્રીમંડળમાં સતત મંત્રી રહેવાનો અનુભવ છે.

વાસણભાઇ આહિર

આહિર સમાજના નેતા છે. કચ્છમાં તેમનું સારો એવો પ્રભાવ છે. ભૂજ અને અંજાર સીટથી ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વખતે પણ અંજાર સીટથી ચૂંટણી જીતીને પાંચમીવાર ધારાસભ્ય બન્યા છે. મોદી અને આનંદીબેન સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રૂપાણીની ગત સરકારમાં સંસદિય સચિવ હતા.

ઇશ્વરસિંહ પટેલ

કોળી પટેલ સમાજના નેતા છે. અંકલેશ્વરની સીટથી ચોથીવાર ચૂંટણી જીત્યા છે. રૂપાણી અને મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલો પર એમનો સારો પ્રભાવ છે.

કુમાર કાનાણી

પાટીદાર આંદોલનનું એપિસેન્ટર ગણાતી સુરતની વરાછારોડ સીટ મોટા માર્જીનથી જીતવાનું ઈનામ કુમાર કાનાણીને મળ્યું છે. બીજીવાર ધારાસભ્ય બન્યા છે. સુરતમાં પાટીદાર આંદોલનની અસરને ઓછી કરવામાં કાનાણીનો મોટો હાથ રહ્યો છે. કાનાણીને પ્રથમ વખત મંત્રી મંડળમાં જગ્યા મળી છે.

વિભાવરી દવે

રૂપાણી સરકારમાં એક માત્ર મહિલા ચહેરો અને બ્રાહ્મણ ચહેરો છે. સતત ત્રીજીવખત ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. ભાવનગરનાં પહેલા મહિલા મેયર પણ રહી ચૂક્યા છે. વિજય રૂપાણીની પાછલી સરકારમાં તે સંસદીય સચિવનાં હોદ્દા પર પણ હતા.

બચુ ખાબડ

દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા સીટ કે જેને કોંગ્રેસનો ગઢ મનાય છે ત્યાંથી 2002માં જીત મેળવી અને 2012માં ફરી જીત્યા. આનંદીબેન સરકારમાં મંત્રી બન્યા અને ગતવખતની રૂપાણી સરકારમાં મંત્રી રહ્યા હતા. 2017માં પણ બચુભાઇએ આ સીટ પર પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે.

રમણ પાટકર

દક્ષિણ ગુજરાતનાં વધુ એક મોટા આદિવાસી નેતા જેમણે 1995માં દક્ષિણ ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં BJPની જીતનો પાયો નાંખ્યો. ગુજરાતની ઉમરગામ બેઠક પરથી તે આ વખતે પાંચમીવાર ચૂંટાયા છે. મંત્રી બનાવીને તેમને ઈનામ અપાયું છે.

ઇશ્વર પરમાર

આ વખતનો રૂપાણી સરકારનો દલિત ચહેરો. જ્યાં ગુજરાતમાં BJPનાં તમામ મોટા દલિત નેતા આ વખતે હાર્યા છે ત્યાં પાર્ટીએ આ નવા દલિત ચહેરાને આગળ ધર્યો છે. પહેલીવાર મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. તેઓ હજુ બીજી વખત જ ધારાસભ્ય બન્યા છે.

જયદ્રથસિંહ પરમાર

મધ્ય ગુજરાતમાં પાર્ટીનો મજબૂત ક્ષત્રિય ચહેરો. કોંગ્રેસનાં વર્ચસ્વવાળી પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક પર વર્ષ 2002થી સતત જીતતા આવ્યા છે. મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારમાં મંત્રી રહ્યા છે.
First published: December 26, 2017, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading