અમદાવાદ : હવે માર્કેટમાં આવી ગઈ માસ્ક પહેરવાની જાગૃતિ ફેલાવતી પતંગ

અમદાવાદ : હવે માર્કેટમાં આવી ગઈ માસ્ક પહેરવાની જાગૃતિ ફેલાવતી પતંગ
અમદાવાદ : હવે માર્કેટમાં આવી ગઈ માસ્ક પહેરવાની જાગૃતિ ફેલાવતી પતંગ

અમદાવાદના એક સામાજિક કાર્યકરોએ કોરોના મહામારી સામે જાગૃતિ ફેલાવતા નિયમોના પાલન વળી પતંગો બનાવડાવી છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે હાલમાં સારી બાબત છે કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જોકે તેમ છતાં કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન જરૂરી છે. તેવામાં હવે માર્કેટમાં એવી પતંગો આવી ગઈ જે કોરોના સામે જાગૃતિ ફેલાવશે. અમદાવાદના એક સામાજિક કાર્યકરોએ કોરોના મહામારી સામે જાગૃતિ ફેલાવતા નિયમોના પાલન વળી પતંગો બનાવડાવી છે. આ પતંગ લોકોને જાગૃતિ ફેલાવવા માટે તો આપવામાં આવશે જ સાથે સાથે જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેઓ નિયમોનું પાલન કરે તે માટે તેઓને પણ પતંગ આપવામાં આવશે.

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ગુજરાતનો આ મોટો તહેવાર છે જ્યાં લોકો બે દિવસ સુધી ઉલ્લાસથી પતંગ ચગાવવાની મજા માણતા હોય છે. ત્યારે અમદાવાદના સામાજિક કાર્યકર અહેમદ પટેલે પતંગો પર અનોખી રીતે નિયમોના પાલનનો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે અંદાજે 50થી 60 હજાર પતંગો તૈયાર કરાવી છે જેમાં અલગ અલગ મેસેજ રજુ કરાયા છે. જો બકા કોરોનાથી ડરવું નહીં. નિયમોનું પાલન જરૂરી છે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. આ પ્રકારના મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવશે.આ પણ વાંચો - કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો

અહેમદ ભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી પોલીસ નિયમોનું પાલન કરવી જ રહી છે પરંતુ છતાં લોકો નિયમોના પાલન માટે બેદરકાર રહે છે. તેમને હવે કોરોનાના નિયમોની જાગૃતિ ફેલાવતા પતંગ આપીને લોકોને જાગૃત કરવામાં આવશે.

કોરોનાના કારણે માર્કેટમાં દુકાનદારોએ 50 ટકા જ માલ વસાવ્યો

કોરોનાના કાળને કારણે તમામ વેપાર ધંધા ઠપ થયા છે. ત્યારે ઉત્તરાયણ આવતી હોવાથી પતંગ બજારમાં શું હાલ છે વેપારીઓ પાસે તે જાણવાનો પ્રયાસ કરતા વેપારીઓ ભગવાન ભરોસે બેઠા હોવાનું દેખાયું છે. આ વખતે ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે અને વેપારીઓએ 50 ટકા જ માલ ભર્યો છે.

કોરોનાના કારણે રિટેઇલ માર્કેટમાં સન્નાટો જોવા મળ્યો છે. અહીં દુકાનના કારીગરો રોડ પરથી પસાર થતા લોકોને હાથ પકડીને બોલાવવા લાગ્યા છે. જેથી થોડી ઘણી કમાણી થઈ શકે. ગયા વર્ષે 80 રૂપિયે કોડી પતંગનો ભાવ આ વર્ષે વધ્યો છે. કેટલાક વેપારીઓએ 90 કે 100 રૂપિયા ભાવ કરી દીધો છે તો કોઈ વેપારીઓએ 80 રૂપિયા જ ભાવ રાખ્યો છે. અત્યારસુધી તો માર્કેટમાં 50 ટકા ઘરાકી હોવાથી વેપારીઓએ માલ પણ ઓછો ભર્યો હોવાનું દિલ્હી દરવાજા ખાતે આવેલા બજારમાં દુકાનમાં ધરાવતા વેપારી યુનુસભાઈએ જણાવ્યું છે.

મનુભાઈ સોની નામના વેપારીએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે જેમ દિવાળી જેવી સિઝન ફેઇલ થઈ હતી તેમ આ સિઝન પણ અંશતઃ ફેઇલ જશે. કારણકે લોકો પતંગ, ફીરકી ખરીદવા રાત્રે 9 વાગ્યા પછી જ નીકળતા હોય છે અને 9 વાગ્યા બાદ કર્ફ્યૂ હોવાથી આ વખતે ઘરાકી જોવા મળેશે નહીં. સરકાર આ બાબતે થોડી છૂટછાટ આપી સમયમાં ફેરફાર કરે તેવી માંગ છે.
Published by:Ashish Goyal
First published:December 21, 2020, 18:29 pm

ટૉપ ન્યૂઝ