અમદાવાદીઓ સાવધાન! Corona વચ્ચે માસ્ક વગર રોડ ઉપર પતંગ ચગાવનાર યુવક સામે પોલીસે નોંધી ફરિયાદ

અમદાવાદીઓ સાવધાન! Corona વચ્ચે માસ્ક વગર રોડ ઉપર પતંગ ચગાવનાર યુવક સામે પોલીસે નોંધી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદુપુરા બસ સ્ટેન્ડ પાસે એક યુવાન માસ્ક પહેર્યા વગર જાહેર રોડ પર આવતા જતાં રાહદારીઓના જીવને જોખમાય તે રીતે પતંગ ચગાવતો નજરે પડ્યો હતો.

  • Share this:
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે (coronavirus) આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર (kite festival) આવી રહ્યો છે ત્યારે સરકારે પણ આ તહેવારને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈન (covid-19 Guideline) બહાર પાડી છે. ઉત્તરાયણ પહેલાજ આકાશમાં પતંગ ચગતા દેખાઈ રહ્યા છે. નાના બાળકોથી લઈને યુવકો પણ અત્યારથી પતંગ ચગાવવા લાગ્યા છે. ત્યારે પતંગ ચગાવવામાં તલ્લીન થઈને કોરોનાના નિયમોના ધજાગરા બોલાતા લોકો સામે પોલીસે (police) કાર્યવાહી કરવાનું શરું કર્યું છે. આવો જ એક કિસ્સો શહેરના અમદૂપુરા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં કોરોનાની મહામારી વચ્ચે જાહેર રોડ ઉપર માસ્ક પહેર્યા વગર પતંગ ચગાવતા યુવક સામે પોલીસે ફરિયાદ નોંધી હતી.

મળતી માહિતી પ્રમાણે આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી જાહેર રોડ ઉપર પતંગ ચગાવવું ક્યાંક ભારે પડી શકે છે. શહેરકોટડા પોલીસ આજે સવારના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમદુપુરા બસ સ્ટેન્ડ પાસે એક યુવાન માસ્ક પહેર્યા વગર જાહેર રોડ પર આવતા જતાં રાહદારીઓના જીવને જોખમાય તે રીતે પતંગ ચગાવતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.પોલીસે આ યુવક સામે જાહેરનામા ભંગ બદલ ઈપીકો કલમ 188 અને જી પી એકટ 1951ની કલમ 131 મુજબ કાર્યવાહી કરી છે. જોકે આ વર્ષે પોલીસ દ્વારા પણ ઉતરાયણ પર્વ દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ guidelineનું કડકપણે પાલન કરાવવામાં આવશે. અને જરૂર જણાશે તો પોલીસ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીને ધાબા ઉપર લોકોની ભીડ એકઠી થાય તે માટે ખાસ નજર રાખશે.

આ પણ વાંચોઃ-

ઉલ્લેખનીય છે કે તહેવારોમાં લોકો ભાન ભૂલીને કોરોના ગાઈડ લાઈનને નેવે મૂકીને ઉજવણી કરતા હોય છે. ત્યારબાદ કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળે છે. તાજેતરમા દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરોનાએ ફરી માજા મૂકી હતી.

આ પણ વાંચોઃ-

જોકે, ઉત્તરાયણના તહેવારમાં એવું ન થતા તે માટે પણ સરકાર સતર્ક બની છે. તહેવારોની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનને અચૂક પાલન કરવું જરુરી છે. નહીં તો જેતે વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે.કોરોનાની વૈશ્વિક મહામારીમાં આવેલા દરેક તહેવાર વખતે સરકાર દ્વારા કેટલીક guideline બહાર પાડવામાં આવી હતી. જોકે હવે જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને પણ સરકારે guideline બહાર પાડી છે. અને તહેવારની ઉજવણી વખતે આ guidelineનું અચૂક પણે પાલન કરવું જરૂરી છે નહીં તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે.
Published by:ankit patel
First published:January 09, 2021, 19:23 pm

ટૉપ ન્યૂઝ