Home /News /madhya-gujarat /Kishan Murder Case: ગુજરાત ATSનો મોટો ખુલાસો, કમરગનીના બેંક ખાતામાં 11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા

Kishan Murder Case: ગુજરાત ATSનો મોટો ખુલાસો, કમરગનીના બેંક ખાતામાં 11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા

કિશન ભરવાડ અને કમરગનીની તસવીર

Kishan Bharwad Case Investigation: ગુજરાત એટીએસએ (Gujarat ATS) તપાસમાં નવા ખુલાસો કર્યો હતો. કમરગની ઉસ્માનીના (Kamargani Usmani) બેન્ક ખાતામાંથી 11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા હતા.

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં ગોળી મારીને (Dhandhuka firing case) કિશન ભરવાડ નામના યુવકની હત્યા (Kishan bharwad murder case) કરવામાં આવી હતી. આ ઘટનામાં ગુજરાત એટીએસનો (Gujarat ATS) તપાસમાં ધમધમાટ ચાલું છે. અને રોજે રોજ નવા ખુલાસા આ કેસમાં થઈ રહ્યા છે. કટ્ટરપંથી વિચાર ધારા ધરાવતો દિલ્હીના મૌલવીની (Delhi maulavi) પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસએ (Gujarat ATS) તપાસમાં નવા ખુલાસો કર્યો હતો. કમરગની ઉસ્માનીના (Kamargani Usmani) બેન્ક ખાતામાંથી 11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા હતા. પૈસા ક્યાંથી આવ્યા અને કોને મોકલ્યા એની તપાસ કરવા માટે ઈડી તપાસમાં જોડાશે.

કિશન ભરવાડ હત્યા કેસમાં મહત્વનો ભેજા બાજ માનવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, તેમાં 11 લાખથી વધુ રૂપિયા હતા અને તેમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ખુલાસા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ત્રિપુરામાં UAPA હેઠળ કેસ નોંધાયો તેના વકીલને પણ 1.50 લાખ એમાંથી આપ્યા હતા.

હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય તેની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં તેની શંકાના આધારે હવે ED પણ આ મામલે તપાસમાં જોડાશે.

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ બે નકાબ થઈ રહ્યા છે. તેવા સમયે હવે એટીએસને કમરગની જ આ કેસમાં મહત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં ATSના તપાસમાં કમરગનીની બેંક ડિટેલ્સનો ખુલાસો થયો છે. જેની તપાસમાં હવે ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) પણ જોડાશે.

આ કેસ અંગે ગુજરાત એટીએસના સુત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમરગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્વનો છે. કમરગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે FSLને ડિવાઇસ આપવામાં આવ્યા છે. જેમાંથી હવે જે ડેટા રિકવર થશે તેના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમરગનીના તાર ક્યાં સુધી ઘુસેલા છે તે જાણવા મળશે.

આ પણ વાંચોઃ-Ahmedabad: 'જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘરવાળા ને મારી નાંખીશ', નરાધમોએ આચર્યું દુષ્કર્મ

દરરોજ થઈ રહી છે ઉસ્માનીની પૂછપરછ
મળતી માહિતી પ્રમાણે અલગ અલગ ધાર્મિક બાબતના નામે લોકો સુધી પહોંચવા કમર ગનીએ લીગલ વાતોના નામે SOP બનાવી હતી. કમર ગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમર ગનીની પૂછપરછ કરવા માટે ATS આવી છે. જેમાં સેન્ટ્રલ આઇબી દરરોજ કમરની પૂછપરછ કરે છે. હવે તેની સાથે NIA પણ જોડાઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ-Silvassa News: કમકમાટી ભરી ઘટના! મશીનમાં આવી જ તાં કામદારનુ મોત, cctv video viral

શું છે આખી ઘટના?
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં મોઢવાના નાકે 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્ની જેવો માહોલ સર્જાયો હતો. કેસની ગંભીરતાને લઈને વિવિધ એજન્સીઓ કામે લાગી હતી. અને એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં કટ્ટરપંથી વિચારધારા મોટું કાર સામે આવ્યું હતું.
First published:

Tags: Crime news, Dhandhuka firing case, Gujarat ATS, Kishan Bharwad Case, Surat news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો