અમદાવાદ : રૂપિયા માટે વ્યક્તિ ક્યારેક કોઈ પણ હદ વટાવી દે છે. આવો જ એક બનાવ શહેરના નારોલ વિસ્તારમાં સામે આવ્યો છે. મિત્રના મિત્રને આપેલ ઉછીના રૂપિયા ૪૦૦૦ હજાર પરત ના કરતા આરોપીએ તેના મિત્રની ૨ વર્ષની બાળકીનું અપહરણ કર્યું.
નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાહવાડી વિસ્તારમાંથી ૨ વર્ષની બાળકી ગુમ થઈ હોવાનો મેસેજ મળતાં પોલીસ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં લાગી હતી. ત્યાં બાળકીના પિતા પર તેના મિત્ર સફાદિન રાયનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બાળકી જોઈતી હોય તો ૪ હજાર રૂપિયા આપી દે. જેથી પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી.
આરોપી રખિયાલ ચાર રસ્તા પાસે હોવાની જાણ થતાં જ પોલીસ એ તેને ઝડપીને બાળકીનો હેમખેમ છુટકારો કરાવ્યો છે.
પોલીસ નું કહેવું છે કે, ફરિયાદી એ વચ્ચે રહી ને આરોપી પાસેથી તેના મિત્રને રૂપિયા ૪ હજાર ઉછીના અપાવ્યા હતા. જોકે આ મિત્રએ રૂપિયા પરત ના કરતા આરોપી ફરિયાદી પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો, અને રૂપિયા માટે તેની બે વર્ષની દીકરીનું અપહરણ કર્યું. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર