અમદાવાદઃઅનામત આંદોલન દરમિયાન પાટીદારો સામે કરાયેલા કેસો પાછા ખેચવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. જે નિર્ણયના અમલની શરૂઆત કરી દેવાઇ છે. આખરે પાટીદારો સામે આનંદીબહેન સરકારે નમતુ જોકવું પડ્યું છે.
તોફાનો દરમિયાન પાટણમાં પાટીદારો સામેના 17 કેસો પરત ખેંચાયા છે. ભાજપ કાર્યાલય અને બસ સળગાવવાનો કેસ રદ કરાયો છે.અન્ય જિલ્લાઓમાં પણ ટૂંક સમયમાં કેસો પાછા ખેંચાશે.
14 કેસો સિવાયના પાટીદારો સામે કરાયેલા કેસો પાછા ખેચવા નિતિન પટેલે જણાવ્યું હતું. જેને લઇને કેસો પાછા ખેચાયા છે. અને આગામી સપ્તાહમાં વધુ કેસો પાછા ખેચાશે.
અલ્પેશ ઠાકોરે આ નિર્ણય ને વખોડી કાઢ્યો
અમદાવાદઃસરકારે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે જેને ઓબીસી એકતા મંચના અધ્યક અલ્પેશ ઠાકોરે વખોડી કાઢ્યો છે.અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે,સરકાર ને કોઈ એક જ પક્ષ કે સમાજ દેખાય છે.સરકાર ને ફક્ત એક જ જ્ઞાતિ દેખાય છે .સરકાર વોટ બેંક ની ચિંતા કરી આ કેસો પાછા ખેંચે છે .સરકારે અમારા સમાજનાં ૮૦ ટકા વોટની પણ ચિંતા કરાવી જોઈએ.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર