Home /News /madhya-gujarat /

કાશ્મીરના બાંદીપુરામાં અથડામણ, 2 આતંકીઓ ઠાર, 2 જવાન શહીદ

કાશ્મીરના બાંદીપુરામાં અથડામણ, 2 આતંકીઓ ઠાર, 2 જવાન શહીદ

કાશ્મીરના બાંદીપુરા સેક્ટરમાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર કરાયા છે તો સેનાના બે જવાનો શહીદ થયા છે.

કાશ્મીરના બાંદીપુરા સેક્ટરમાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર કરાયા છે તો સેનાના બે જવાનો શહીદ થયા છે.

કાશ્મીર #કાશ્મીરના બાંદીપુરા સેક્ટરમાં આજે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓ ઠાર કરાયા છે તો સેનાના બે જવાનો શહીદ થયા છે.

બાંદીપુરામાં સવારથી જ આ અથડામણ ચાલી રહી છે જેમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. ભારતીય સેનાના છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. આજે સવારે સેનાના જવાનો દ્વારા જિલ્લાના હાજિન વિસ્તારમાં પૈરે મોહલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એમની પાસે પાકી બાતમી હતી કે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા જવાનો સામે એકાએક ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેના જવાબમાં સેનાના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

અહીં નોંધનિય છે કે, 12 ફેબ્રુઆરીએ પણ પણ દક્ષિણ કાશ્મીરના એક ગામમાં હિજબુલ મુજાહિદ્દીનના 4 આતંકીઓને ઠાર કરાયા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ કાશ્મીર, ભારતીય સેના, શહીદ, શહીદ જવાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन