Home /News /madhya-gujarat /ઐતિહાસિક ટ્રિપલ સદી ફટકારનાર કરૂણ નાયરે છ મહિના પહેલા જ મોતને માત આપી હતી...

ઐતિહાસિક ટ્રિપલ સદી ફટકારનાર કરૂણ નાયરે છ મહિના પહેલા જ મોતને માત આપી હતી...

એક મહિના પહેલા ક્રિકેટની દુનિયામાં કરૂણ નાયર મોટું નામ ન હતું. પરંતુ હાલ બધાજ ક્રિકેટ પ્રેમીઓના મોઢે એનું જ નામ છે. ચૈન્નાઇમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રેકોર્ડ બ્રેક ઇંનિંગ રમ્યા પહેલા કરૂણ નાયરને ઘણા ઓછા લોકો જાણતા હતા. છ મહિના પહેલા એક ર્દુઘટનામાં એનો જીવ જતાં જતાં રહી ગયો હતો

એક મહિના પહેલા ક્રિકેટની દુનિયામાં કરૂણ નાયર મોટું નામ ન હતું. પરંતુ હાલ બધાજ ક્રિકેટ પ્રેમીઓના મોઢે એનું જ નામ છે. ચૈન્નાઇમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રેકોર્ડ બ્રેક ઇંનિંગ રમ્યા પહેલા કરૂણ નાયરને ઘણા ઓછા લોકો જાણતા હતા. છ મહિના પહેલા એક ર્દુઘટનામાં એનો જીવ જતાં જતાં રહી ગયો હતો

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #એક મહિના પહેલા ક્રિકેટની દુનિયામાં કરૂણ નાયર મોટું નામ ન હતું. પરંતુ હાલ બધાજ ક્રિકેટ પ્રેમીઓના મોઢે એનું જ નામ છે. ચૈન્નાઇમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ રેકોર્ડ બ્રેક ઇંનિંગ રમ્યા પહેલા કરૂણ નાયરને ઘણા ઓછા લોકો જાણતા હતા. છ મહિના પહેલા એક ર્દુઘટનામાં એનો જીવ જતાં જતાં રહી ગયો હતો

વાંચો : ક્રિકેટમાં થયો કરિશ્મા, કરૂણ નાયરનું નામ સુવર્ણ અક્ષરે લખાયું...

કરૂણ નાયર આ વર્ષે જ જૂન માસમાં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ વન ડે સીરીઝમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાપર્ણ કર્યું હતું. સીરીઝ બાદ નાયર પોતાના પરિવાર સાથે કેરલના અરૂણમુલાલા મંદિરમાં ભગવાનના દર્શને જઇ રહ્યો હતો. આ દરમિયાન કેરલની પંપા નદીમાં નાવ પલટી હતી અને બધા લોકો પાણીમાં પડ્યા હતા. આ નાવમાં કરૂણ નાયર સહિત 100 લોકો હતા. આ ર્દુઘટનામાં છ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. પરંતુ કરૂણનો આબાદ બચાવ થયો હતો.

કહેવાય છે કે, નાવ પલટી જતાં કરૂણ નાયરે ઘણા દુર સુધી તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની તુરંત બાદ બચાવ ટુકડી આવી પહોંચી હતી અને કરૂણ સહિત મોટા ભાગના લોકોને બચાવ્યા હતા.
First published:

Tags: કરૂણ નાયર, ક્રિકેટ ટેસ્ટ મેચ, ટીમ ઇન્ડિયા, ભારતીય ક્રિકેટ ટીમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन