સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તાકિદે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શનની ચીમકી

Sanjay Joshi
Updated: March 13, 2020, 5:42 PM IST
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તાકિદે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શનની ચીમકી
છ મહિનામાં મ્યુઝિયમ બનાવવાની માંગ.

કરણી સેનાના કહેવા પ્રમાણે સરકારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાનું કહ્યું હતું પરંતુ આજ દિવસ સુધી તે બન્યું નથી.

  • Share this:
અમદાવાદ : રાજપૂત કરણી સેના (Rajput Karni Sena) દ્વારા પત્રકાર પરિષદ કરીને કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી (Statue of Unity) ખાતે દેશની અખંતડતામાં યોગદાન આપનારા રાજા-રજવાડાઓનું મ્યુઝિયમ (Museum of Princely States Head) બનાવવામા માંગણી કરવામા આવી છે. કરણી સેનાએ કહ્યુ કે, દેશની એકતામાં રાજપૂતોનું વિશેષ યોગદાન રહ્યું છે. સરદાર વલ્ભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવ્યું છે. આ સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે એક મ્યુઝિયમ બનાવવાની માંગ દોઢ વર્ષ પહેલાં કરવામાં આવી હતી.વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ મ્યુઝિયમ બનાવવાની વાતને સમર્થન આપ્યું હતું.

વેલી ઑફ ફ્લાવર્સ, ફૂડ કોર્ટ, કાંટાવાળા ગાર્ડન બનાવવા માટે પણ જમીન ફાળવવામાં આવી છે. 39,000 સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવમાં આવ્યું છે ત્યારે સરકાર રાજા-રજવાડાઓને કેમ ભૂલી ગઈ તેવો સવાલ કરણી સેનાએ ઉઠાવ્યો છે. કરણી સેનાના જણાવ્યા પ્રમાણે જો સમય રહેતા રજવાડા મ્યુઝિયમ નહીં બનાવવામા આવે અને માંગ પૂર્ણ નહીં થાય તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક મહાસંમેલન યોજવામાં આવશે.

આ પણ વાંચો : સુરત : ધૂળેટીમાં કલર લગાવવાના બહાને સ્કૂટર પર જતી યુવતીની લુખ્ખાઓએ કરી છેડતી

આમ મ્યુઝિયમ બનાવવા માટે કરણ સેનાએ સરકાર સામે વિરોધ નોંધાવવાની ચીમકી આપી છે. કરણી સેના આગામી દિવસોમાં જીએમડીસીમાં એક મહાસંમેલન કરશે. કરણી સેનાનું કહેવું છે કે ચૂંટણી નજીક આવતા જો જાહેરાત કરવામાં આવશે તો તે યોગ્ય નથી. છ મહિનામાં મ્યુઝિયમ નહીં બનાવવા તો મહાસંમેલન કરવામાં આવશે.

આ ઉપરાંત પૃથ્વીરાજ ચૌહાણ પર એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. અક્ષયકુમાર આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ અંગે કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે ફિલ્મ ડિરેક્ટરને સ્ક્રિપ્ટ સાથે ચર્ચા કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કરણી સેનાના કહેવા પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણને ખોટી રીતે બતાવવામાં આવશે તો તેઓ સાખી નહીં લઈએ.

આ પણ વાંચો : સુરત : વરાછાની 12 વર્ષની કિશોરીએ મરતા મરતા પાંચ વ્યક્તિને આપ્યું જીવન દાન 

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરણાએ જણાવ્યું હતું કે, "રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવામાં આવે. નહીં બને તો આગામી 6 માસમાં મહાસંમેલન યોજી જીએમડીસી ખાતે વિરોધ નોંધાવીશું. એટલું જ નહીં પૃથ્વીરાજ ચૌહાણને ફિલ્મને ખોટી રીતે ચિતવામાં આવશે તો અમે સાખી નહીં લઈએ."
First published: March 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading