અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી ક્લબમાં મારા-મારીનો કિસ્સો સામે આવતા દોડધામ મચી ગઈ છે. બુધવારે સાંજે એક મહિલા પર હુમલો થયાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ ગઈ અને પોલીસે સમગ્ર મામલે સમજી પોલીસ ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
ફરિયાદી મહિલા વૈશાલીની પટેલે આરોપી લગાવતા ફરિયાદ આપી છે કે, તેમના નણંદ, ભાણેજ અને ભાણીએ ક્લબમાં જાહેરમાં તેમને પટકીને માર માર્યો છે અને જેનો સીસીટીવી પણ તેમને જાહેર કર્યા છે. તેમનુ કહેવુ છે કે, બુધવારે તે કલ્બમાં આવ્યા હતા ત્યારે તેમની નણંદ તેમની પાસે આવી અને અમારો ફોટો કેમ લો છે, તેમ કહી તેમને માર માર્યા હોવાનો આરોપ તેમને લગાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ઈવેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેમના પતિ કન્સ્ટ્રક્શન વેપાર કરતા હતા પરંતુ, દોઢ-બે વર્ષ પહેલા તેમનુ મૃત્યુ થતા તેમની નણંદ માનષિક ત્રાસ આપી રહ્યા છે. આ મામલે તેમને પોતાના સસરાને પણ કહ્યુ છે છતા કોઈ ઉકેલ આવ્યો નથી.
પોલીસનુ કહેવુ છે કે, આ સમગ્ર મામલે બુધવારે આઈપીસી 323,114 મુજબ ફરિયાદ લઈ કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથો સાથ પોલીસનુ માનવુ છે કે, આ મામલો પારિવારિક છે અને મિલકતને લઈ કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તેવુ પણ હોઈ શકે છે પરંતુ, હાલ તો સીસીટીવી ફુટેજ મેળવી આગળની કાર્યવાહી કરીશુ.