સાઈ મંદિરના ગાદીપતિની પોલીસને ધમકી, 'ડીસીપીનો લેટર લાવો નહીં તો પટ્ટા ઉતરાવી દઈશ'


Updated: September 18, 2020, 11:06 AM IST
સાઈ મંદિરના ગાદીપતિની પોલીસને ધમકી, 'ડીસીપીનો લેટર લાવો નહીં તો પટ્ટા ઉતરાવી દઈશ'
પ્રતિકાત્મક તસવીર

કારંજ વિસ્તારમાં આવેલા મંદિરના ગાદીપતિએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પોલીસ સાથે તકરાર કરી ધમકી આપતા પોલીસે આ મામલે સાઈ મંદિરના ગાદીપતિ ઈકબાલ સાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: શહેરની કારંજ પોલીસ (Karanj Police Station) સાથે ઘર્ષણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કારંજ વિસ્તારમાં આવેલા મંદિરના ગાદીપતિ (Sai Temple Gadipati)એ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પોલીસ સાથે તકરાર કરી ધમકી આપતા પોલીસે આ મામલે સાઈ મંદિરના ગાદીપતિ ઈકબાલ સાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) સહદેવસિંહ તેમની ટીમ સાથે કારંજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ સમયે અધિકારીઓની સૂચના પ્રમાણે હોટલ રેસ્ટોરન્ટ (Hotel) તથા ધાર્મિક સ્થળોના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરવાની કામગીરી કરવા તેઓ નીકળ્યા હતા. (આ પણ વાંચો: મુદ્દામાલમાં જમા કરેલી કાર લઈને ફરતા PSIના પત્ની ઝડપાયા, PSI સસ્પેન્ડ)

અનેક જગ્યા ઉપર સીસીટીવી ચેક કર્યા બાદ તેઓ લાલ દરવાજા બસ સ્ટેન્ડ ખાતે આવેલા સાઈ બાબાના મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવા પહોંચ્યા હતા. આ મંદિરમાં સાઈ મંદિરના ગાદીપતિ ઇકબાલ સાઈ હાજર હતા. પોલીસ ત્યાં સીસીટીવી તપાસવા પહોંચી ત્યારે ઈકબાલ સાઈએ પોલીસ સાથે ઘર્ષણ કરી "અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમે કેમ ચેક કરવા આવો છો? અહીંથી નીકળી જાઓ અને તમારે ચેક કરવું હોય તો ડીસીપી સાહેબનો લેટર લઈને આવો" કહી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: 'મેરી જાન દરવાજો ખોલ, મને તારા જ વિચાર આવે છે,' નરાધમે પરોઢીયે મહિલાના ઘરનો દરવાજો ખખડાવ્યો

બાદમાં આ ગાદીપતિ ઈકબાલ સાઈએ "મંદિરે આવેલા તમારાના નામ લખીને દવા પીને મરી જઈશ અને કેરોસીન છાંટી સળગી જઈશ" તેમ કહી લોકોનું ટોળું એકઠું કર્યું હતું. જે બાદમાં "તમારા બધાના ટોપી-પટ્ટા ઉતરાવી લઈશ, તમે મને ઓળખતા નથી" તેમ કહીને પોલીસની ટીમવને ધમકી આપી હતી.

સાથે જ મહિલા પોલીસનો વીડિયો પણ ઉતારવા લાગ્યો હતો. આવું કરીને તેમણે પોલીસ સાથે તકરાર શરૂ કરી હતી. આ મામલે કારંજ પોલીસે તેમના અધિકારીઓને જાણ કરતાં પોલીસે ઈકબાલ સાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 18, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading