અમદાવાદ : નાઇટ ડ્યૂટી પર રહેલા PSIની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ, આરોપીએ બચકું ભરી લીધું

અમદાવાદ : નાઇટ ડ્યૂટી પર રહેલા PSIની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ, આરોપીએ બચકું ભરી લીધું
આરોપી.

ભટિયાર ગલી ખાતે રીક્ષામાં બેસી રહેતા ત્રણ લોકોની પોલીસે શંકાને આધારે પૂછપરછ કરી હતી, આ દરમિયાન PSI પર હુમલો થયો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના કારંજ વિસ્તાર (Karanj Area)માં ફરી વખત પોલીસ (Police) ઉપર હુમલાની ઘટના સામે આવી છે. કારંજ વિસ્તારમાં આવેલા ભટિયાર ગલીમાં PSI ઉપર અસલમ નવહી નામના આરોપીએ હુમલો કરી બચકું ભરી લીધા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે PSI એસ.આઈ. મકરાની અને અન્ય સ્ટાફ નાઈટ ડ્યૂટી (Night Patrolling) પર હતા એ દરમિયાન ભટિયાર ગલીમાં રીક્ષામાં ત્રણ લોકો બેઠા હતા. પોલીસને શંકા જતા ત્રણેયની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન આરોપી પાસેથી લોખંડની એક ફેટ મળી આવી હતી. પોલીસે એક આરોપી અસલમને પકડતા તેમે PSI ઉપર હુમલો કરી દીધો હતો બેલ્ટમાં ભરાવેલી સરકારી પિસ્તોલ ખેંચવા લાગ્યો હતો. પિસ્તોલને બચાવવા PSI નીચે પડી ગયા હતા. ત્યાર બાદ સથેના પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું.આરોપી પીએસઆઈને છોડતો ન હોવાથી અન્ય પોલીસકર્મી વચ્ચે પડ્યા હતા. આરોપીએ પોલીસનો અંગૂઠો પકડી રાખતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં લોકોઆ આરોપીને માર માર્યો હતો. આ ઘટના અંગે પીએસઆઈએ સારવાર બાદ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે IPC 186, 332, 324 અને GPA એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના ફરાર બંને આરોપીને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:September 02, 2020, 12:27 pm

ટૉપ ન્યૂઝ