Home /News /madhya-gujarat /કોરોના મહામારી કાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસ બાદ ગુજરાત પોલીસ જવાનોને અપાઇ રહી છે ડિજિટલ ટ્રેનિંગ

કોરોના મહામારી કાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસ બાદ ગુજરાત પોલીસ જવાનોને અપાઇ રહી છે ડિજિટલ ટ્રેનિંગ

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ અધિકારીઓને અપાતી તાલીમ પર અસર જોવા મળી રહી છે.

અમદાવાદ : વિશ્વમાં કોરોનાને કારણે ઘણું બદલાયું છે. ભણવાનું, નોકરી બધું જ ઓનલાઇન થતું જાય છે ત્યારે હવે કરાઈ પોલીસ એકેડમિમાં (Karai pilice academy) 482 જવાનોને ડિજિટલ ટ્રેનિંગ  (Digital Training) આપવામા આવી રહી છે. કોરોનાની અસર પોલીસ ટ્રેનિંગ પર પણ જોવા મળી  હાલ 482  કેડેટને ઓનલાઇન ટ્રેનિંગ અપાય છે. આગામી સમયમાં શારીરિક તાલીમ  શરૂ કરવામા આવશે.

કોરોના  મહામારીની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાથી લઈ લોકોની જીવન પદ્ધતિ પર અસર થઈ છે. સામાજિક વ્યવસ્થાઓમાં મોટો બદલાવ આવ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત પોલીસમાં સેવા માટે જોડાનાર છે ત્યારે આવા જવાનો ને ગૃહ વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે.

આ પણ વાંચો - અમદાવાદમાં પતિ પત્ની અને વો : પ્રેમિકાનાં ડીપીમાં પતિનો ફોટો જોતા ભડકી પત્ની અને પછી થયું એવું કે...

કોરોના મહામારીને કારણે પોલીસ જવાનો માટે ફીઝીકલ ટ્રેનિંગ બંધ કરી દેવાઇ છે. અત્યારે કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડિજિટલ ટ્રેનિંગ અપાય છે. હાલ 482  એલઆરડી જવાનોને ટ્રેનિંગ માટે કરાઈ એકેડમિમાં લાવવામાં આવ્યા છે. પરંતુ કોરોનાને કારણે ફિઝીકલ ટ્રેનિંગ બંધ છે. આ જવાનોએ  પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ફિલ્ડ વર્ક કરવાનું  છે.

આ પણ જુઓ - 
" isDesktop="true" id="1000966" >

આ અંગે કરાઇ પોલીસ એકેડેમીના ઈન્ચાર્જ આઈજીપી મયંક ચાવડાએ કહ્યું  હતું કે, અત્યારે  ફિજીકલ ટ્રેનિંગ બંધ છે. જોકે ટૂંક સમયમાં મંજૂરી મળ્યા બાદ તે શરૂ થઈ શકે છે. પણ હાલ ગૂગલ મિટ પર તેમને ડીજીટલ ટ્રેનિગ આપવમાં આવે છે. જેમાં કાયદાકીય જ્ઞાન અને ગુજરાત પોલીસ  મેન્યુલ માટે  નક્કી કરેલા નિષ્ણાતો  ડિજિટલી માર્ગદર્શન આપતા હોય છે.

આ પણ વાંચો - ગાઈડલાઈનની અવગણના ભારે પડી! માત્ર એક જ ભૂલ અને કાળ બન્યો કોરોના, એક જ પરિવારના પાંચ લોકોના મોત
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat police, Karai, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन