Home /News /madhya-gujarat /

'ભાજપે દગો કર્યો': કારડિયા રાજપૂતો ચૂંટણી પહેલા લડી લેવાના મૂડમાં

'ભાજપે દગો કર્યો': કારડિયા રાજપૂતો ચૂંટણી પહેલા લડી લેવાના મૂડમાં

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કારડિયા રાજપૂતોએ સમગ્ર રાજ્યમાં ભાજપ સામે મોરચો માંડ્યો હતો.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કારડિયા રાજપૂતોએ સમગ્ર રાજ્યમાં ભાજપ સામે મોરચો માંડ્યો હતો.

    2019ની લોકસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કારડિયા રાજપૂતોએ ફરી ભાજપ સામે બાંયો ચઢાવી છે અને આગામી દિવસોમાં લડી લેવાનાં મૂડમાં છે.

    વાત એમ છે કે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કારડિયા રાજપૂતોએ સમગ્ર રાજ્યમાં ભાજપ સામે મોરચો માંડ્યો હતો.

    ભાવનગર પાસે આવેલા બુધેલ ગામનાં સરપંચ દાનસિંહ મોરીને ભાજપનાં પ્રમુખ જીતુ વાઘાણીના ઇશારે હેરાન કરવામાં આવતા હોવાથી સમગ્ર કારડિયા રાજપૂત સમાજ એક મંચ પર આવ્યો હતો. જો કે, તે વખતે ચૂંટણી પહેલા કારડિયા રાજપૂતોનો આક્રોશ ભારે પડી શકે તેમ હોય, ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ અને કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ મધ્યસ્થી કરી હતી અને સમાધાન કર્યુ હતુ અને દાનસિંહ મોરી સામે થયેલા કેસો પાછા ખેંચવા માટે માટે વચન આપ્યુ હતુ.

    જો કે, આ ઘટનાને બે વર્ષ વિત્યા છતાં દાનસિંહ મોરી સામે થયેલા કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી. દાનસિંહ મોરીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, અમે અમિત શાહ અને ભાજપ પર ભરોસો રાખીને સમાધાન કર્યુ હતુ અને ચૂંટણીમાં ભાજપને મદદ કરી હતી. આ મામલે સમાજનાં યુવાનો પણ નારાજ થયા હતા પણ અમિત શાહ અને ભાજપ તેમણે આપેલા વચન પરથી ફરી ગયા. એટલુ જ નહીં, પણ હજુ મને અને મારા પરિવાર પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે અને પરેશાન કરવામાં આવી રહ્યો છે. આ મામલાને સંદર્ભે અને આવતા અઠવાડિયે મિટિંગ કરી આગામી સમયમાં શૂં રણનીતિ કરવી તેનો નિર્ણય લેવામાં આવશે”.

    અખિલ ગુજરાત રાજપૂત સમાજનાં પ્રમુખ કાનભા ગોહિલ (રજોડા)એ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “બે વર્ષ પહેલા જ્યારે અમે આંદોલન કર્યુ ત્યારે અમિત શાહે અમારી સાથે વાત કરી અને વચન આપ્યુ હતુ હતુ કે, દાનસિંહ મોરી સામે કરવામાં આવેલા કેસો પાછા ખેંચીશું. પણ એવુ થયુ જ નથી. અત્યારે અમે અમિત શાહને ફોન કરીએ છીએ પણ તેઓ ફોન પણ ઉપાડતા નથી અને કોઇ જવાબ આપતા નથી. દુખની વાત એ છે કે, ભાજપને બેઠો કરવા માટે અને અમે જીવ રેડ્યો છે અને આ પક્ષ હવે અમારુ સાંભળતો પણ નથી. આથી, કારડિયા સમાજની એક મિંટિંગ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં આ અંગે શું રણનીતિ ઘડવી તે નક્કી કરવામાં આવશે”.

    કારડિયા રાજપૂતો જો ફરી એક વખત ભાજપ સામે બાંયો ચઢાવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મહત્વનાં સમીકરણો રચાઇ શકે છે, ખાસ કરીને, ભાવનગર, જુનાગઢ લોકસભા બેઠકો પર કારડિયા રાજપૂતોનાં મહત્વનાં મતો છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन