'કપિલ શર્મા શો' નાં સ્ક્રિપ્ટ રાઇટરની ધરપકડ, બે લોકોની હત્યા કરવાનો આરોપ

Parthesh Nair | IBN7
Updated: August 7, 2016, 9:48 AM IST
'કપિલ શર્મા શો' નાં સ્ક્રિપ્ટ રાઇટરની ધરપકડ, બે લોકોની હત્યા કરવાનો આરોપ
જાણીતા કોમેડિયન કપિલ શર્મા શો નાં સ્ક્રિપ્ટ રાઇટર અભિષેક સિંહ ઉર્ફે કેરા સિંહની યૂપી પોલીસે ધરપકડ કરી છે. અભિષેક પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતુ.

જાણીતા કોમેડિયન કપિલ શર્મા શો નાં સ્ક્રિપ્ટ રાઇટર અભિષેક સિંહ ઉર્ફે કેરા સિંહની યૂપી પોલીસે ધરપકડ કરી છે. અભિષેક પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતુ.

  • IBN7
  • Last Updated: August 7, 2016, 9:48 AM IST
  • Share this:
નવી દિલ્હી# જાણીતા કોમેડિયન કપિલ શર્મા શો નાં સ્ક્રિપ્ટ રાઇટર અભિષેક સિંહ ઉર્ફે કેરા સિંહની યૂપી પોલીસે ધરપકડ કરી છે. અભિષેક પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાત વર્ષ અગાઉ અભિષેકે એક સાથે બે લોકોની હત્યા કરી હતી. ફરાર થયો અને પોલીસની આંખોમાં ધૂળ નાંખીને પોતાનો વેશ બદલી કાઢ્યો હતો. જોત જોતામાં દુનિયાની નજરમાં એક સ્ક્રિપ્ટ રાઇટર બની ગયો હતો. આખરે યૂપી એસટીએફે તેને ઝડપી પાડ્યો છે, અને હવે તે પોલીસની કસ્ટડીમાં છે.

પોલીસના કહેવા અનુસાર, અભિષેક ખૂબજ શાતિર છે. હત્યાઓ કર્યા બાદ તેણે એમબીએ અને માસ કોમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો. બેંકોકની એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી યુવતી સાથે તેણે લગ્ન કર્યા. નામ અને ઓળખ બદલીને તેણે પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. તેનું વિદેશમાં માં પણ ઘણું આવવા જવાનું રહેતું હતુ.

આ દરમિયાન તે કપિલ શર્મા શો સાથે જોડાઇ ગયો હતો અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ખ્યાતિ મેળવી હતી. આ પહેલા પણ તે ઘણી સીરિયલો માં પણ સ્ક્રિપ્ટ લખી ચૂક્યો છે. સાથે જ અમુક સીરિયલો માં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે. અભિષેક સિંહની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેના નજીકના લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા.
First published: August 7, 2016, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading