Home /News /madhya-gujarat /કાનપુર ટ્રેન અકસ્માત : ઘાયલો સાથે થઇ ક્રુર મજાક, કોઇએ ઘા પર મીઠું ભભરાવ્યું

કાનપુર ટ્રેન અકસ્માત : ઘાયલો સાથે થઇ ક્રુર મજાક, કોઇએ ઘા પર મીઠું ભભરાવ્યું

ઉત્તરપ્રદેશના કાનપુરમાં રવિવારે વહેલી સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં સારવાર ચોંકાવનારી ઘટના બની છે. ઘાયલો સાથે ક્રુર મજાકના રૂપમાં ઘા પર મીઠું ભભરાવ્યું છે. ઘાયલોને સહાયના નામે રદ થયેલી જુની 500 અને 1000 રૂપિયાની નોટો આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં રવિવારે વહેલી સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં સારવાર ચોંકાવનારી ઘટના બની છે. ઘાયલો સાથે ક્રુર મજાકના રૂપમાં ઘા પર મીઠું ભભરાવ્યું છે. ઘાયલોને સહાયના નામે રદ થયેલી જુની 500 અને 1000 રૂપિયાની નોટો આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના કાનપુરમાં રવિવારે વહેલી સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં સારવાર ચોંકાવનારી ઘટના બની છે. ઘાયલો સાથે ક્રુર મજાકના રૂપમાં ઘા પર મીઠું ભભરાવ્યું છે. ઘાયલોને સહાયના નામે રદ થયેલી જુની 500 અને 1000 રૂપિયાની નોટો આપવામાં આવી છે.

કાનપુર નજીક રવિવારે વહેલી સવારે ઇન્દોર પટના એક્સપ્રેસના 14 કોચ પાટા પરથી ઉતરી જવાની ગોઝારી ર્દુઘટનામાં 130 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 150 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જેમાં હજુ પણ અડધા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘાયલોને કાનપુરની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એવામાં ઘાયલોને અજ્ઞાત વ્યક્તિઓએ મદદના નામે 500 અને 1000 રૂપિયાની બંધ થઇ ગયેલી નોટો પકડાવી છે.

અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા 5000 રૂપિયાની સહાય મેળવનાર લોકો પૈકીના આશા મિશ્ર અને અનિલ પણ છે. બંનેને બંધ થઇ ગયેલી જુની 500 રૂપિયાની 10 નોટ મળી છે.

અન્ય એક ઘાયલ વ્યક્તિના સબંધીએ દાવો કર્યો કે, જે વ્યક્તિએ આ પૈસા આપ્યા છે તેણે કહ્યું હતું આ પૈસા એમને રેલવેએ આપ્યા છે. જોકે આ વાતને સત્તાવાર કોઇ સમર્થન મળ્યું નથી કે આ રેલવે દ્વારા સહાય આપવામાં આવી છે.

ઘટનાક્રમ પર ટિપ્પણી કરતાં ભાજપા નેતા આરપી સિંહે કહ્યું કે, અમે નથી જાણતા કે આ નોટો કોણે આપી છે. ભલે તે રાજકારણી હોય કે રેલવેના કર્મચારીઓ, મેં તરત જ રેલવે મંત્રી સુરેશ પ્રભુને ટ્વિટ કર્યું અને તેમણે કહ્યું કે તે આ મામલો ચકાસશે.

સહાયના નામે જુની નોટો પકડાવી દેવાની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, જો રેલવે અધિકારીઓએ આ કર્યું છે તે ઘણું જ દુ:ખદ છે અને જો કોઇ રાજકારણીએ આમ કર્યું છે તે ઘણું પરેશાન કરનારૂ છે કારણ કે એમણે ઘાયલ લોકોના ઘા પર મીઠું ભભરાવા જેવું કામ કર્યું છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, કાનપુર ટ્રેન દુર્ઘટના, કાનપુર રેલવે દુર્ઘટના, ઘાયલ, મજાક, સહાય, સારવાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन