Home /News /madhya-gujarat /

અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવો કે નહીં, AMCએ કર્યો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવો કે નહીં, AMCએ કર્યો મહત્વનો નિર્ણય

ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું આગવું નજરાણું છે

Ahmedabad news - ડિસેમ્બર માસમાં 25થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે

અમદાવાદ : શું આ વખતે અમદાવાદ (Ahmedabad)માટે નવલું નજરાણું કહેવાતા કાંકરિયા કાર્નિવલ (Kankaria Carnival)યોજાશે કે નહીં તે જાણવા માટે જો ઉત્સુક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે ગત વર્ષે તો કોરોનાના (Corona)કારણે કાંકરિયા કાર્નિવલ રદ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન પડતું મુકાયું છે. જ્યારે ફ્લાવર શો યોજવો કે નહીં તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation)રિક્રિએશન કમિટીમાં ગહન ચર્ચા થઈ હતી. જો કોરોનાના કેસો નહીં વધે તો અમદાવાદમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો (Flower show)યોજાશે તેવું નક્કી કરાયું છે.

વિશ્વ ભરમાં કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ (Omicron variant)હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ વેરિયન્ટને લઈ ચિંતા વધી છે. જેને લઈ આગામી જાન્યુઆરી માસમાં ફ્લાવર શો કે કાંકરિયા કાર્નિવલ આયોજિત કરવા કે નહીં તેની મથામણ કોર્પોરેશનમાં ચાલી હતી. મહાનગપાલિકામાં યોજયેલી રિક્રિએશન કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં સતત બીજા વર્ષે પણ 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું

AMC રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું કે ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું આગવું નજરાણું છે. ફ્લાવર શોમાં વિવિધ ફૂલોની વેરાયટી એક છત નીચે જોવા મળે છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ગત વર્ષે કોરોનાનાં કારણે ફ્લાવર શો નું આયોજન કર્યું ન હતું પણ આ વર્ષે તેનું આયોજન કરવામાં આવશે. હાલ કોરોનાના કેસ નહિવત છે અને જો કોરોનાના કેસ નહીં વધે તો 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે તેવું નક્કી કરાયું છે.

આ પણ વાંચો - પ્રવાસીઓને મનફાવે તેવા ભાડામાંથી મળશે રાહત, અમદાવાદ એરપોર્ટ પર મળશે આવી સુવિધા

જ્યારે ડિસેમ્બર માસમાં 25થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. હજારોની જનમેદની તેમાં ઉમટે છે. ગત વર્ષે કોરોનાના કારણે કાર્નિવલ પણ રદ કર્યો હતો. આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું કોઈ પ્લાનિંગ નથી.
Published by:Ashish Goyal
First published:

Tags: Kankaria carnival, Omicron variant, અમદાવાદ

આગામી સમાચાર