કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, અમદાવાદમાં કોરોનાના 2840 એક્ટિવ કેસ

કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, અમદાવાદમાં કોરોનાના 2840 એક્ટિવ કેસ
કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, અમદાવાદમાં કોરોનાના 2840 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં યોજાતો ડિસેમ્બર મહિનાના અંતનો સૌથી મોટો કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી. મેયર બિજલ પટેલ દ્વારા સત્તાવાર જાહેર કરતા કહ્યું હતું કે કોરોના સંક્રમણ વધ્યું છે અને રાજ્ય સરકારની ગાઇડલાન મુજબ ભીડ ન કરવા સુચના અપાઇ છે. તેવામાં અમદાવાદ શહેરમાં અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે યોજાતો કાંકરિયા કાર્નિવલ મહામારી વચ્ચે યોજાશે નહીં.

વિપક્ષ કોંગ્રેસ નેતા કમળાબહેન ચાવડાએ પણ માંગ કરી હતી કે કોરોના મહામારી વચ્ચે કાંકરિયા કાર્નિવલ ન યોજાવો જોઇએ. નોંધનીય છે કે 2008માં ત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદીઓ માટે કાંકરિયા કાર્નિવલને ખુલ્લા મુક્યો હતો. જે પંરપરા છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે પરંતુ આ વખતે કોરોના કારણે આ પંરપરા તુટશે.પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સિનીયર નેતા અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે ડિસેમ્બરના અંતિમ સાત દિવસ એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાય છે. કાર્નિવલમા એક અંદાજ મુજબ 22 થી 25 લાખ લોકો આવતા હોય છે . પરંતુ આ વખતે કોરોના મહામારી વચ્ચે લોકો એકઠા ન થાય તે માટે સરકાર દ્વારા અલગ અલગ ગાઇડલાન જાહેર કરાઇ છે. જે અંતર્ગત 2020નો કાંકરિયા કાર્નિવલ રદ કરાયો છે.

આ પણ વાંચો - અમદાવાદ : પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 2-3 દિવસમાં 40 કેસ આવ્યા

અમદાવાદમાં નવા 45 વિસ્તારમાં 2054 ઘર માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા FIGHT AGAINST COVID-19 એક્શન પ્લાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વેની કામગીરી, સ્ક્રીનિંગની કામગીરી, નિદાન કેમ્પ તેમજ સારવાર બાબતે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કોરોના સારવાર લઇ રહેલા 2840 એક્ટિવ કેસ છે.

મધ્ય ઝોનમાં 324, પશ્ચિમ ઝોનમાં 463, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 454, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 462, ઉતર ઝોનમાં 358, પૂર્વ ઝોનમાં 388, દક્ષિણ ઝોનમાં 391 કેસ છે. એએમસી કહે છે કે શહેરમાં સ્થિત કંટ્રોલમાં છે. નવા દર્દીઓ સામે કોરોના દર્દીઓ સારવાર લઇ ડિસ્ચાર્જ વધુ થઇ રહ્યા છે . ત્યારે એએમસી જાહેર કરાયેલ માઇક્રો કન્ટેઇમન્ટ વિસ્તારમાં 45 સોસાયટી / ફ્લેટનો સમાવેશ થયો છે. જે પૈકી 2055 ઘર માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં સમાવેશ થયો છે. જે નવેમ્બર મહિનાનો સૌથી વધુ ઘરો માઇક્રો કન્ટેઇનમેન્ટમા હોવાનું માલુમ પડે છે. અત્યાર સુધી કુલ 200થી વધુ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા સમાવેશ થયો છે. આજ રોજ ચાર માઇક્રો કન્ટેઇનમંન્ટ વિસ્તાર મુક્ત કરવામાં આવ્યા છે .

અમદાવાદ શહેરના કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લીધા છે. ત્યારે કોરોના કેસ વધતા ફરી એકવાર એએમસી તંત્ર એક્શનમા આવ્યું છે. અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કમિશનર મુકેશ કુમાર સહિત તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર અને વિવિધ અધિકારીઓ વચ્ચે કોરોના અંગે સમીક્ષા કરાઇ હતી .એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે સર્વેલન્સમા શંકાસ્પદ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:November 24, 2020, 22:10 pm

टॉप स्टोरीज