અમદાવાદ : પોલીસની રાયફલ સાથે ફોટો પડાવનાર બુટલેગર સામે વધુ એક ફરિયાદ, આપી જાનથી મારી નાખવાની ધમકી.

અમદાવાદ : પોલીસની રાયફલ સાથે ફોટો પડાવનાર બુટલેગર સામે વધુ એક ફરિયાદ, આપી જાનથી મારી નાખવાની ધમકી.
ફાઇલ તસવીર

ગુનેગારની સ્થાનિક પોલીસની જગ્યાએ અન્ય ઝોનના ડીસીપીની સ્ક્વોડે ધરપકડ કરતા હવે તેના પાપનો ઘડો ફૂટવા માંડ્યો છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં અનેક ગુનેગારો એવા છે કે જેમના પોલીસ સાથે ગાઢ સંબંધ હોય છે અને પોલીસ પણ પોતાનો સંબંધ ટકાવી રાખતા આવા ગુનેગારોને ખુલ્લો દોર આપી દે છે. આવા જ એક ગુનેગારની સ્થાનિક પોલીસની જગ્યાએ અન્ય ઝોનના ડીસીપીની સ્ક્વોડે ધરપકડ કરતા હવે તેના પાપનો ઘડો ફૂટવા માંડ્યો છે.

કમલ સાબરમતી નામનો નામચીન ગુનેગાર નરોડામાં વોન્ટેડ થયા બાદ તેની સામે વેજલપુરમાં ફરિયાદ નોંધાઈ અને હવે એક જ અઠવાડિયામાં બીજી ફરિયાદ નોંધાતા હવે પોલીસ અધિકારીઓને પણ ના છૂટકે કાર્યવાહી કરવી પડી રહી છે.ઝોન 4ના નરોડા, એરપોર્ટ, સરદાર નગર પોલીસ સાથે ધરોબો રાખનાર એક વ્યક્તિ કમલ સાબરમતી છે. આ પોલીસ સ્ટેશનના ભલભલા પોલીસ કર્મીઓ કમલને ખૂબ સારી રીતે ઓળખે છે કારણકે કમલ દારૂનો ધંધો કરતો હતો. તેની સામે અનેક કેસ પણ નોંધાયા છે. પોલીસ બેડામાં પણ ચર્ચા છે કે, ઝોન 4માં આવતા તમામ પોલીસ સ્ટેશનના લોકો સાથે કમલને ખૂબ સારા સંબંધો છે. જેથી પોલીસથી તે અવાર નવાર બચતો હતો. ત્યારે તાજેતરમાં ઝોન 2 ડીસીપીની સ્ક્વોડે નરોડના ગુનામાં વોન્ટેડ હોવાથી તેને ચાંદખેડામાંથી પકડી તેની સામે વધુ એક ફરિયાદ વેજલપુરમાં નોંધાવી હતી.

ત્યારે હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કમલ સાબરમતી સામે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સરદારનગરમાં રહેતા ભારતી બહેન ક્રિષ્નાની એ કમલ સામે ફરિયાદ નોંધાવી છે કે, અંગત અદાવત અને જૂની ફરિયાદોને લઈને કમલે તેમના પુત્રને વોટ્સએપ કોલ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ફેબ્રુઆરી માસમાં બનેલી ઘટના બાદ હવે ફરિયાદ આપતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આ મામલે કાર્યવાહી કરી છે.આ પણ વાંચો - અમદાવાદ : કોઇએ યુવતીનું ટીન્ડર પર બનાવી દીધું એકાઉન્ટ, આવવા લાગ્યા કોલ્સ અને...

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માની સ્ક્વોડે એક એવા આરોપીને ઝડપી પાડ્યો હતો જેને ચારેક વર્ષ પહેલા પોલીસની રાયફલ સાથે ફોટો પડાવી ફેસબુક પર મૂકયો હતો. હકીકતમાં આ આરોપી પ્રોહીબિશનનો વોન્ટેડ આરોપી હતો પણ પોલીસની તપાસમાં નવી જ હકીકત સામે આવી હતી. આરોપી કમલ ઉર્ફે સાબરમતીએ વર્ષ 2017માં એક રાયફલ સાથે ફોટો ફેસબૂકમાં અપલોડ કર્યો હતો.

આ પણ જુઓ- 

ચારેક વર્ષ પહેલા તેનો પોલીસ મિત્ર નીતિન શાહ જુહાપુરા કોઈ આરોપીને લઈને આવ્યો હતો. જેથી કમલે તેની રાયફલ સાથે ફોટો પડાવી ફેસબૂક પર મુકતા તેની સામે વેજલપુરમાં ફરિયાદ નોંધાઈ હતી. નરોડામાં પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કમલ સાથે ધરોબો રાખનારી પોલીસ જ હવે તેની સામે કાર્યવાહી કરશે તે એક હકીકત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો -  અમદાવાદ : તું મમ્મીના ઘરે જઈશ તો હું મરી જઈશ નહિ તો તને મારી નાખીશ, પતિએ આપી ધમકી
Published by:Kaushal Pancholi
First published:July 14, 2020, 12:11 pm

ટૉપ ન્યૂઝ