કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા સતત ત્રીજા વર્ષે પુષ્ટિ પંચરસ નું આયોજન

News18 Gujarati
Updated: December 31, 2018, 7:34 AM IST
કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા સતત ત્રીજા વર્ષે પુષ્ટિ પંચરસ નું આયોજન
કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા સતત ત્રીજા વર્ષે પુષ્ટિ પંચરસ નું આયોજન

કથા તા. 2 થી તા. 6 જાન્યુઆરી 2019 ના રોજ ગુજરાત યુનિવર્સીટી કન્વેશનલ હોલ, જી.એમ.ડી.સી. અમદાવાદ ખાતે યોજાશે

  • Share this:
શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી અને વિપો દ્વારા સતત ત્રીજા વર્ષ દરમ્યાન પુષ્ટિ પંચરસ નું આયોજન કરવામાં આવેલ છે. ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રીના સ્વમુખેથી વહેતી પૃષ્ટિ વાણી અને પુષ્ટિ માર્ગના પંચરસ પર આધારિત કથા તા. 2 થી તા. 6 જાન્યુઆરી 2019 ના રોજ ગુજરાત યુનિવર્સીટી કન્વેશનલ હોલ, જી.એમ.ડી.સી. અમદાવાદ ખાતે યોજાશે. કથા બપોરે 3 થી 6 કલાક દરમિયાન રહેશે.

શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતોને પ્રત્યેક વૈષ્ણવના હૃદય સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય VIPO દ્વારા કાર્યાન્વત થઈ ચૂક્યું છે. નૂતન અભિગમ સાથે ષષ્ઠ પીઠાધીશ્વર પ.પૂ.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના તત્વાધાનમાં અને સર્વાધ્યક્ષ પદે કાર્ય સતત વેગ વંત રીતે ચાલુ છે. પૃષ્ટિમાર્ગમાં ભક્તિ કરવા માટે બ્રહ્માંડના પાંચ તત્વોની જેમ શ્રી મહાપ્રભુજીએ પૃષ્ટિ માર્ગમાં બતાવેલા પંચરસ વિશે જેમ કે પહેલો રસ ભક્તિ રસ, બીજો રસ સેવા રસ,  ત્રીજો રસ કીર્તન રસ, ચોથો રસ લીલા રસ, પાંચમો રસ કૃપા રસ આ વિશે પૂજ્ય મહારાજશ્રી નું વચનામૃત રહેશે.

વચનામૃત ની સાથે સાથે શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે શયનમાં સાંજે 7 થી 8 કલાક દરમિયાન શ્રી કલ્યાણરાય પ્રભુ, શ્રીગોવર્ધનનાથ પ્રભુ, શ્રી ગિરિરાજજી, શ્રીયમુનાજી અને શ્રી મહાપ્રભુજીને પંચરસના ભાવથી વિવિધ અને નવીનત્તમ કલાત્મક શ્રુંગાર- સજાવટ સાથે દર્શન નો લાભ વૈષ્ણવોને મળશે .ત્યારબાદ રોજ સાંજે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે

જેમાં નામાંકિત કલાકારો જેવા કે રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલન માં કવિ સુરેન્દ્ર શર્મા, કવિ ગૌરવ શર્મા, કવિ બુદ્ધિપ્રકાશ દધીચ, કવિ પાર્થ નવીન ઉપસ્થિત રહેશે. આ સિવાય કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, સચિન લિમયે, તુષાર શુક્લ, નૃત્ય નાટીકા સથવારો રાધે કાર્યક્રમ આપશે. સાંસ્કૃતિક કાર્યક્મ સાંજે 8 થી 11 કલાક દરમિયાન યોજાશે.
First published: December 30, 2018, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading