Home /News /madhya-gujarat /શુ આ રીતે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર? કાલુપુર રેલવે સ્ટેશન પર હેલ્થ ટેસ્ટિંગમાં લાલીયાવાડી

શુ આ રીતે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર? કાલુપુર રેલવે સ્ટેશન પર હેલ્થ ટેસ્ટિંગમાં લાલીયાવાડી

અમદાવાદ કાલુપર રેલવે સ્ટેશન

ન્યૂઝ18ગુજરાતીના રીયાલીટી ચેકમાં જોવા મળ્યો માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ અભાવ.

અમદાવાદ: દેશભરમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરની (Corona Third wave) સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને દેશના કેરળ (Keral) , મહારાષ્ટ્રમાં  (Maharashtra)કોરોનાના કેસ પણ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે કાળુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway station) પર ન્યૂઝ18ગુજરાતીની ટીમએ રીયાલિટી ચેક (reality check) કરતા મેડિકલ ટેસ્ટીગમાં લાલીયાવાડી સામે આવી છે.  કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનના મુસાફરોનું ટેસ્ટિંગ કરવા માટે કેટલીક ટિમો તો મુકવામાં આવી છે.  પરંતુ આ ટિમો સમયસર હાજર નહિ હોવાનુ સામે  આવ્યું છે. ત્યારે સવાલ એ થાય કે, શું આ રીતે રોકાશે કોરોના?

ગેટ પર મેડિકલ ટીમનો અભાવ

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી હજારો મુસાફરો ટ્રેનોમાં અવરજવર કરે છે. હાલમાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના અને કેટલાક દર્દીઓમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે. ત્યારે આવા અન્ય રાજયોમાં આવતા મુસાફરોનું મેડિકલ ચેકિંગ થવું જરૂરી છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમએ રીયાલીટી ચેક કરતા રેલવે સ્ટેશનના  અલગ અલગ ગેટ પર મેડિકલ ટીમનો અભાવ જોવા મળ્યો.  અલગ અલગ ગેટ પર તપાસ કરતા એક ગેટ પાસે તંત્ર દ્વારા ગોઠવવા આવેલી મેડીકલની ટીમ જોવા મળી.

રેલવે સ્ટેશન પર મુકાયેલી મેડિકલ ટીમ


મેડિકલ ટીમોને અપાય છે માત્ર 50 કિટ

તેઓની પૂછપરછ કરતા ગેટ પર સવારે 9.30 વાગે RTPCR ટેસ્ટ માટેની ટીમ આવે છે અને બપોરે 1 વાગ્યા સુધી રહે છે. એટલું જ નહી તેઓને માત્ર 50 કીટ જ આપવામાં આવે છે. આવી અલગ અલગ 6 ટીમ હોવાનો દાવો તો કરવામાં આવ્યો પરંતુ પ્લેટફોર્મ પર માત્ર RTPCR ટેસ્ટ માટેની 2 ટીમ જ નજરે પડી.

માસ્ક વગર ટોળે વળેલા લોકો


બપોર બાદ આવતા મુસાફરો રામ ભરોસે

સવાલ અહીં એ થાય કે, બપોરે 1 વાગ્યા સુધી જ મેડિકલ ટીમ રોકાતી હોય તો બપોર પછી આવનારી ટ્રેનના મુસાફરોનું શુ. કે પછી મોડી રાત્રે આવતી ટ્રેનોના મુસાફરોનું મેડિકલ ચેકઅપ કોણ કરશે? આ સવાલ હાલ સામે આવી રહ્યા છે. આંધ્રપ્રદેથી આવેલા એક મુસાફરે જણાવ્યું કે, તેઓને કોઈ મેડિકલની ટીમ જોવા મળી નથી અને કોઈ મેડિકલ તપાસ પણ કરાઈ નથી.



બીજું કે એન્ટિજન ટેસ્ટ માટે પણ એક ટીમ હોય છે એ કેટલા મુસાફરનું મેડિકલ તપાસ કરી શકશે તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સૌથી મોટી વાત એ પણ આ રીયાલીટી ચેકમાં સામે આવી કે, પ્લેટફોર્મ પર મુસાફરો માસ્ક પહેર્યાં વગર પણ ફરતા નજરે પડ્યા. તો કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટનસનો અભાવ પણ જોવા મળ્યો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona third wave, અમદાવાદ, ગુજરાત