અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુ મુદ્દે થયો ખુલાસો, આવું હતું કારણ

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુ મુદ્દે થયો ખુલાસો, આવું હતું કારણ
અમદાવાદના સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

મૃતક ઉમેદહસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને જેને નોકરીની જરૂરિયાત હતી. જેથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક કારમાં મોડી રાત્રે ગયા હતા અને કારમાં બંનેની મુલાકાત ચાલી રહી હતી

  • Share this:
અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુના રહસ્ય પરથી પોલીસે પડદો ઉંચકી નાખ્યો છે. મૃતક ઉમેદસિંહ સ્ત્રી મિત્ર સાથે કારમાં બેઠા હતા અને સ્થાનિક ત્રણ લોકોએ ઝગડો કરતા હત્યા થઇ હોવાનું સામે આવતા કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કાલુપુર પોલીસે હત્યાની કલમ હેઠળ હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ કરી છે. આ હત્યા કઈ પરિસ્થિતિમાં થઇ હતી તે અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું.આ પણ વાંચો - ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં, નિયમો સાથે હાઇકોર્ટે આપી મંજૂરી

ઉમેદસિંહ ચાવડાની હત્યાના ઘટનામાં સાત લોકો વિરૂદ્ધ કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ શરુ કરી હતી. જેમાં સૌથી પહેલા પોલીસે એ મુદ્દાની તપાસ કરી હતી કે 30-12-2020 ની રાત્રે એટલે કે બનાવની રાત્રે મૃતક સાથે કોની કોની હાજરી હતી. જેમાં ઉમેદસિંહ ચાવડાના બે મિત્રો અને એક મહિલા મિત્રના નામ સામે આવ્યા હતા. જેમની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક ઉમેદહસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને જેને નોકરીની જરૂરિયાત હતી. જેથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક કારમાં મોડી રાત્રે ગયા હતા અને કારમાં બંનેની મુલાકાત ચાલી રહી હતી.

તે સમયે હનીફ, ફારૂક અને મુનાફે આવીને કારનો દરવાજો ખખડાવ્યો હતો. જેને લઇને મૃતક ઉમેદસિંહ ચાવડા અને હનીફ , ફારૂક અને મુનાફ વચ્ચે મારા મારી થઇ હતી. જેમાં મૃતકને ઇજા હતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં મૃત્યુ થયું હતું. ઈજાઓ પહોંચ્યા બાદ ખુદ આરોપીઓ તેમને હોસ્પિટલ પણ લઈ ગયા હોવાનું એસીપી હિતેશ ધાધલિયાએ જણાવ્યું છે. કાલુપુર પોલીસે આ હત્યાના બનાવ સંબંધે તાજના સાક્ષી એવા મહિલા મિત્ર અને અન્ય બે મિત્રોના નિવેદન નોંધીને સ્થળ પરના સીસીટીવી કબ્જે કરી આરોપી વિરુદ્ધની કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.
Published by:Ashish Goyal
First published:January 08, 2021, 17:09 pm

ટૉપ ન્યૂઝ