Home /News /madhya-gujarat /

કલોલ: રેસ્ટોરન્ટ માલિકે કર્મચારીઓનો પગાર ચૂકવવા કર્યુ શિક્ષિકાનું અપહરણ, આ રીતે ઝડપાયો

કલોલ: રેસ્ટોરન્ટ માલિકે કર્મચારીઓનો પગાર ચૂકવવા કર્યુ શિક્ષિકાનું અપહરણ, આ રીતે ઝડપાયો

વેઇટર નિલેશે અપહરણની આખી યોજના ઘડી હતી.(પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad News: આ કેસમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 35 વર્ષના પાડોશી મિતુલ પટેલની ધરપકડ કરી છે

  અમદાવાદ: કલોલમાં (Kalol news) અપહરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કલોલના પંચવટીમાં આવેલ સરસ્વતી કો-ઓપરેટીવ સોસાયટીમાં એક અપહરણની (teacher Kidnapping) ઘટના બની હતી. જેમાં મહિલા શિક્ષિકાની નોકરી કરીને ઘરે આી હતી. જે બાદ બપોરના સમયે એક વ્યક્તિ સોલાર મીટર રિંડીગ લેવાના બહાને ઘરમાં આવી ગયો હતો. જે બાદ અન્ય સાગરીતો પણ મોકો જોઈને ઘરમાં ઘૂસી ગયા અને મહિલાના મોઢા ઉપર સેલો ટેપ મારી હાથ બાંધી દીધા હતા બાદ તેમનું અપહરણ કર્યુ હતુ. જોકે, આ કેસમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 35 વર્ષના પાડોશી મિતુલ પટેલની ધરપકડ કરી છે. મિતુલ પટેલે પોતાના હોટલના કર્મચારીઓના પગાર કરવા માટે આ અપહરણ કર્યુ હતુ.

  આ રીતે કર્યું શિક્ષિકાનું અપહરણ

  પોલીસના જણાવ્યા પ્રમાણે, મિતુલ પટેલે 30 માર્ચના રોજ તેના ચાર કર્મચારીઓ, જેઓ પગારમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા અને અન્ય ત્રણ સાથે મળીને અપહરણની યોજના બનાવી હતી. જે બાદ શિક્ષિકાનું અપહરણ કરી લીધુ હતુ. 56 વર્ષીય અલ્કા રસ્તોગી તપોવન સર્કલ પાસે આવેલી એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેઓ બુધવારે બપોરે સરસ્વતી સોસાયટી સ્થિત ઘરે એકલા હતા. ત્યારે એક યુવક, જેની ઓળખ બાદમાં સૌરભ કુમાર તરીકે આપી હતી, તેણે તેમનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે તેણે તેમને સોલર પેનલ ચેક કરવા આવ્યો હોવાનું કહ્યું ત્યારે તેમણે તેને અંદર જવા દીધો હતો. જે બાદ 20થી 25 વર્ષની ઉંમરના અન્ય સાત લોકો તેની પાછળ આવ્યા હતા અને શિક્ષિકાનું અપહરણ કર્યું હતું.

  ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 35 વર્ષના પાડોશી મિતુલ પટેલની ધરપકડ કરી છે.


  અપહરણ બાદ પતિનો સંપર્ક ન થયો

  આ ઘરમાં ઘુસેલા લોકોએ શિક્ષિકાના હાથ અને પગ બાંધી દીધા. જે બાદ બળજબરીથી વાહનમાં બેસાડીને મોં પણ ઢાંકી દીધું હતું. જે બાદ થોડો સમય ગાડી ચલાવી હતી અને પછી મહિલાના પતિ પ્રદીપ રસ્તોગીને ફોન કર્યો હતો. પ્રદીપ રસ્તોગી છત્રાલમાં દોરા બનાવવાની ફેક્ટરી ચલાવે છે. જોકે, તેમનો ફોન લાગ્યો નહોતો. જ્યારે પ્રદીપ રસ્તોગી ઘરે આવ્યા અને પત્ની અલ્કાને ક્યાંય ન જોયા ત્યારે કલોલ સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

  કલોલ પોલીસ સ્ટેશન


  આ પણ વાંચો - 'પોલીસ હોય તો શું થઈ ગયું અમારી સોસાયટીમાં અમારું જ ચાલે,' સોલા પોલીસ પર પિતા-પુત્રનો હુમલો

  શિક્ષિકાને વહેલી સવારે નિર્જન સ્થળે છોડી ગયા

  મિતુલ પટેલને આ ફરિયાદ અંગે જાણ થતા, 31 માર્ચે, સવારે આશરે 4.30 કલાકે શિક્ષિકાને એકાંત સ્થળે છોડીને ભાગી ગયા હતા. જે બાદ શિક્ષિકાએ પતિનો સંપર્ક કર્યો હતો. દંપતીએ પોલીસમાં પછી અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો - અમદાવાદ: દારૂડિયો પતિ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો, નશામાં ધૂત થઈ પત્ની સાથે કરતો ન કરવાનું કામ

  આરોપી હાઈવે પર તિરુપતિ રેસ્ટોરન્ટ ચલાવે છે 

  પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, અપહરણમાં જે વાહનનો ઉપયોગ થયો તે મિતુલ પટેલનું છે. મિતુલ પટેલ અંબિકા-કલોલ હાઈવે પર તિરુપતિ રેસ્ટોરન્ટ ચલાવે છે. પૂછપરછ દરમિયાન પટેલે ગુનો કબૂલ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે તેના વેઈટર નિલેશ, દેવેન્દ્ર, બલ્લુ અને સૌરભની મદદથી આ ગુનો કર્યો હતો. કર્મચારીઓએ 23 માર્ચે મિતુલ પટેલને મળ્યા હતા અને પગારમાં વધારો કરવાની માગ કરી હતી. પરંતુ પટેલે તેમને તે ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોવાનું અને તેમાથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી વેઇટર નિલેશે અપહરણની આખી યોજના ઘડી હતી. આ મહિલા મિતુલ પટેલના ઘર પાસે જ રહે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અપહરણ, અમદાવાદ, ગુજરાત

  આગામી સમાચાર