Home /News /madhya-gujarat /

અડાલજના સ્વામિનારાયણ મંદિરમાં કૈલાશ ખેરનો લાઇવ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, 18 ભાષામાં ગાયા ગીતો

અડાલજના સ્વામિનારાયણ મંદિરમાં કૈલાશ ખેરનો લાઇવ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, 18 ભાષામાં ગાયા ગીતો

24 કલાક તૂટેલી ચંપલ લઈને સ્ટુડિયોમાં ફરતા હતા

કૈલાશ ખેર એક ભારતીય પ્લેબેક (Play Back) ગાયક અને સંગીતકાર છે. તેમણે ભારતીય લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલી સાથે ગીતો ગાયા છે. તેમણે 18 ભાષાઓમાં (Language) ગીતો ગાયા છે અને બોલિવૂડમાં (Bollywood) 300થી વધુ ગીતો ગાઈ ચૂક્યા છે.

વધુ જુઓ ...
  અમદાવાદ: અડાલજમાં (Adalaj) સ્વામીનારાયણ (Swaminarayan) સંસ્થા દ્વારા સાપ્તાહિક ઉજવણી થઇ રહી છે ત્યારે ગઈ કાલે ભારતના ખ્યાનામ ગાયક અને સંગીતકાર એવા કૈલાશ ખેરનો લાઇવ સંસ્કૃતિક (Live Performance) કાર્યક્રમ યોજાયો. જેમાં લાખો લોકોએ મન ભરીને માણ્યો હતો.

  કૈલાશ ખેર એક ભારતીય પ્લેબેક (Play Back) ગાયક અને સંગીતકાર છે. તેમણે ભારતીય લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલી સાથે ગીતો ગાયા છે. તેમણે 18 ભાષાઓમાં (Language) ગીતો ગાયા છે અને બોલિવૂડમાં (Bollywood) 300થી વધુ ગીતો ગાઈ ચૂક્યા છે.

  કૈલાશ ખેરનો જન્મ ઉત્તર પ્રદેશમાં મેરઠમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તે એક ભારતીય પોપ-રોક (Pop Rock) ગાયક (Singer) પણ છે. જેની શૈલી ભારતીય લોક સંગીતથી પ્રભાવિત છે. તેમને સંગીત વારસામાં મળ્યું તેવું પણ કહેવામાં આવે છે. કારણ કે તેમના પિતા પંડિત મેહર સિંહ ખેર એક પાદરી હતા અને ઘણીવાર ઘરના કાર્યક્રમોમાં પરંપરાગત લોકગીતો ગાતા હતા. કૈલાશે બાળપણમાં પિતા પાસેથી સંગીતના પાઠ લીધા હતા. પરંતુ તે ક્યારેય બોલિવૂડના ગીતો સાંભળ્યા ન હતા. પરંતુ સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ પૂરતો હતો.

  કૈલાશ ખેરે પોતાનો પ્રારંભિક અભ્યાસ દિલ્હીથી (Delhi) પૂર્ણ કર્યો છે. 12 વર્ષના હતા ત્યારથી તેમને ગાવાનો ખૂબ જ શોખ હતો. તેમને સંગીતમાં કારકિર્દી બનાવવા માટેની પ્રેરણા પાકિસ્તાની સૂફી ગાયક નુસરત ફતેહ અલી ખાન પાસેથી મળી હતી. કૈલાશ ખેરે 2009માં મુંબઈની શીતલ સાથે લગ્ન (Marriage) કર્યા છે. કૈલાશ ખેરને બોલિવૂડ કરિયરની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

  આ પણ વાંચો: રાજકોટ: 'મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે, હું પણ આપઘાત કરી રહ્યો છું'

  અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા અભિનીત ફિલ્મ અંદાજથી તેને હિન્દી સિનેમામાં ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેણે 'રબ્બા ઈશ્ક ના હોવે' ગીતને અવાજ આપ્યો હતો. જે તે સમયનું સૌથી સુપરહિટ (Super hit) અને ચાર્ટબસ્ટર (Chart buster) ગીત સાબિત થયું હતું. આ પછી તેણે ફિલ્મ ‘વૈસ ભી હોતા હૈ’ માં 'અલ્લા કે બંદે હમ' ગીતને અવાજ આપ્યો. જે તેનું અત્યાર સુધીનું સૌથી પ્રખ્યાત અને હિટ ગીત રહ્યું છે. કૈલાશ ખેરના આ બંને હિટ ગીતો પ્રખ્યાત બોલિવૂડ ગાયકોની યાદીમાં સામેલ થયા છે.

  કૈલાશ ખેર હિન્દી સિનેમામાં સૂફી ગીતો માટે પણ જાણીતા છે. તેણે મલ્ટિસ્ટારર ફિલ્મ સલામે ઈશ્કમાં ‘યા રબ્બા’ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. તેમની ગાયકીનો મહિમા માત્ર હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ કન્નડ અને તેલુગુ સિનેમામાં પણ છે. સંગીતનું સારું શિક્ષણ મેળવવા માટે તે ઘરેથી પરિવારના સભ્યો સાથે લડીને દિલ્હી આવ્યા હતા. પૈસા કમાવવા માટે નાના-નાના કામ પણ કરવા લાગ્યા. આ સાથે તે વિદેશી લોકોને સંગીત શીખવીને કમાણી લેતા હતા.

  આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ પર આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

  1999 સુધી દિલ્હીમાં રહેતા કૈલાશ ખેરે એક ફેમિલી ફ્રેન્ડ સાથે એક્સપોર્ટ (Export) બિઝનેસ (Business) કરવાની શરૂઆત કરી. તેમને ધંધામાં ખોટ જવાથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમની પાસે પહેરવા માટે યોગ્ય સેન્ડલ પણ નહોતા. તે 24 કલાક તૂટેલી ચંપલ લઈને સ્ટુડિયોમાં ફરતા હતા.

  કૈલાશને તેના ગીતો માટે ડઝનેક એવોર્ડ મળ્યા છે. 'અલ્લા કે બંદે હમ', 'જાના જોગી દા નાલ', 'મૈં તો તેરે પ્યાર મેં દિવાના હો ગયા', 'ચાંદે મેં', 'તૌબા તૌબા', 'તુ જાને ના', ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, 'રંગ દેની' બાહુબલી 2 માંથી 'તેરે બિન', 'કૌન હૈ વો' અને 'જય જય કારા' જેવા હિટ ગીતો ગાયા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની વિનંતી પર કૈલાશ ખેરે તેમનું પ્રખ્યાત ગીત 'તેરી દીવાની' પણ રજૂ કર્યું.
  First published:

  Tags: Gandhinagar News, ગાંધીનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन