Home /News /madhya-gujarat /

અમદાવાદ : મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી-સાધ્વી સહિત એકસાથે 4 વ્યક્તિની ગળું કાપી હત્યા કરી હતી, માથે હતું 51,000નું ઈનામ

અમદાવાદ : મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી-સાધ્વી સહિત એકસાથે 4 વ્યક્તિની ગળું કાપી હત્યા કરી હતી, માથે હતું 51,000નું ઈનામ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી આરોપી ડિસ્કો યાદવ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2004માં ઉચવાની સીમમાં આવેલા મહાકાળી મંદિરના હત્યાકાંડની આરોપી રાજકુમારી ઉર્ફે 'ડિસ્કો' યાદવ ઝડપાઈ, ફિલ્મોની કહાણીને આટી મારે એવી છે દંપતીની સ્ટોરી

ગુજરાતના (Gujarat) મહેસાણાના (Mahesana) કડીમાં (Kadi) 17 વર્ષ પહેલાં થયેલ 4 હત્યા (Four Murder) કેસમાં  ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી (Delhi) મહિલા આરોપીની (woman Arrested) ધરપકડ કરી છે. આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને મંદિરમાં લૂંટ કરી હત્યાને અંજામ આપી  ફરાર થઈ ગઈ હતી. એક વર્ષ પહેલાં તેના પતિની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી આ દંપતી પોલીસથી બચવા એકબીજાથી દૂર રહેતા હોવાનો ખુલાસો થયો. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતી આ મહિલાનું નામ છે રાજકુમારી ઉર્ફે ડિસ્કો યાદવ આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને વર્ષ 2004માં કડીમાં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી મંદિરમાં NRI ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકનું ગળું કાપી રૂ 10 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ગયા વર્ષે ગુજરાત ATS એ મહિલાના પતિ મહેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંહ યાદવની ધરપકડ કરી આ મહિલા આરોપી પણ પતિની જેમ પોતાનું નામ બદલીને સરોજ નામથી દિલ્હીમાં રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી 17 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી.આરોપી દંપતી 2004માં હત્યા કર્યા બાદ ગુજરાત છોડી ભાગી ગયા હતા.

આ પણ વાંચો : બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગ, બચાવ કરવા જતા એક ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી ગઈ!

આરોપીને પકડવા જેતે સમય સરકારે 51 હજાર નું ઇનામ પણ જાહેર કર્યુ હતુ. ગોવિંદ અને તેની પત્ની રાજકુમારી ગુજરાત પોલીસના ઈતિહાસનો એવો સૌ પ્રથમ આરોપી હતા જેને પકડવા માટે ઈનામ જાહેર થયુ હતું. બનાવના 17 વર્ષ બાદ પોલિસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં વેશ બદલી રહે છે. રાજકુમારી ચાની દુકાન ચલાવે છે. જ્યારે તેનો પતિ કોન્ટ્રાક્ટ પર હતો.

પોલીસની તપાસ માં સામે આવ્યું છે કે આ દંપતી 2004માં ગુજરાત માં આવ્યા પછી પેહલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહ્યું હતું અને ત્યારબાદ કડીમાં અલગ અલગ કંપની માં કામ કરતો હતો. આરોપીએ ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, ઝાંસીમાં અલગ અલગ જગ્યાએ રોકાઈ ત્યાર બાદ દિલ્હી માં રહેવા લાગયો હતો.

આ પણ વાંચો : સુરત : 70 ફૂટ ઉંચા થાંભલે ભીના શરીરે ટીંગાયો હતો યુવક, 5 કલાક સુધી હંગામો મચાવ્યો, Live Video વાયરલ

મંદિરના ટ્રસ્ટી ચીમન ભાઈ પટેલ પોતાની પુત્ર વધુ સાથે બનાવના 6 મહિનાં પહેલા જ અમેરિકા થી ભારત માં આવ્યા હતા અને મંદિરમાં તેમની હત્યા થઈ હતી.નોંધનીય છે કે આ દંપતી પોલીસથી બચવા જુદા જુદા રહેતા હતા. જ્યારે મહિલાનો પતિ ગોવિંદ વિરુદ્ધ મધ્યપ્રદેશમાં પણ 2 ગુનાઓ નોંધાયા હતા. ત્યારે આ ઘટના બાદ આ દંપતી અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad crime, Ahmedabad news, Kadi Murder Case, Kadi Utva Mass Murder Accused, Rajkumari alias Disco Yadav Arrested, Utva Mahakali Temple Massacre, Utva Murder case, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन