Home /News /madhya-gujarat /

AMTS નાં ખાલી ખાલી ગપગોળા, કોઈનું વેક્સિન સર્ટીફિકેટ ચેક નથી થતું

AMTS નાં ખાલી ખાલી ગપગોળા, કોઈનું વેક્સિન સર્ટીફિકેટ ચેક નથી થતું

AMTS

AMTS/BRTS: આ છે અમદાવાદનું આરટીઓ પાસે આવેલું બીઆર ટીએસ બસ સ્ટેન્ડ જ્યાં લાઇનમાં ઉભેલા તમામ લોકો પાસેથી સર્ટીફીકેટ માટે ખાતરી કરવામાં આવે છે ચેક પણ થાય છે અને ત્યારબાદ ટિકિટ આપવામાં આવે છે. જો કે મુસાફરો અને સિક્યોરિટી ગાર્ડને આ બધું ટાઈમ વેસ્ટ લાગે છે.

વધુ જુઓ ...
અમદાવાદ  AMTS માં વેક્સિન સર્ટીફીકેટનું ચેકીગ થતું નથી. આ અમે નહિ પરંતુ ખુદ વેક્સિન સર્ટીફીકેટ લઇને બેસતા લોકો કહે છે. વિજિલન્સની ટીમ ચેકીગ કરવા આવે છે એવા ડરથી કેટલાંક લોકો તો હવે રિક્ષાની સવારી પસંદ કરવા લાગ્યા છે આખરે શું કહાની છે લાલ બસનાં મુસાફરોની આવો જોઈએ .

આ છે અમદાવાદનું આરટીઓ પાસે આવેલું બીઆર ટીએસ બસ સ્ટેન્ડ જ્યાં લાઇનમાં ઉભેલા તમામ લોકો પાસેથી સર્ટીફીકેટ માટે ખાતરી કરવામાં આવે છે ચેક પણ થાય છે અને ત્યારબાદ ટિકિટ આપવામાં આવે છે. જો કે મુસાફરો અને સિક્યોરિટી ગાર્ડને આ બધું ટાઈમ વેસ્ટ લાગે છે.


તો હવે એક નજર અમદાવાદનાં હૃદય સમાં લાલ દરવાજા વિસ્તાર પર કરી લો.અમારા સંવાદદાતા અહી પણ પહચ્યા ત્યારે જાણવા મળ્યું કે બસ સ્ટેન્ડનું કામ ચાલતું હોવાથી લોકોને રોડ પર ઊભા રહેવું પડે છે આ સાથે બસને આવતા પણ કલાકોનાં કલાકો વીતી જાય છે બીજી બાજુ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે ટિકિટ બારી પર કે બસમાં કોઈ ચેકીગ થતું નથી.

આ અંગે કૌશિક પરમાર નાં જણાવ્યા પ્રમાણે AMTS ની ટીમ રોજે રોજ ચેક કરવા નથી આવતી. ટીમ ચેકીગ માટે આવે તો લગભગ અઠવાડિયે 1 વાર આવે અને આમ પણ આપણે ત્યાં તો સબ ચલતા હૈ એવું બધા એ માની લીધું છે તો દરરોજ મુસાફરી કરતા બીના બેન ના કહેવા પ્રમાણે AMTS નું સ્ટેન્ડ લાલ દરવાજા હોવાને કારણે તેઓ પરેશાન છે કારણ કે હમણાં તેનું રીનોવેશન ચાલે છે જેથી બસ લેટ આવે છે અને વેકસીન સર્ટિ પણ ચેક નથી કરતા.

AMTSમાં મુસાફરો બદલાય છે પરંતુ બદલાયેલા નિયમો ને અનુસરવું કદાચ ટીમ ને ગમતું જ નથી એટલે જ ચેકીગ રોજે રોજ નથી થતું. આમ કાયદો કરનાર AMC પોતાનાં જ ટ્રાન્સપોર્ટ સર્વિસ એ એમ ટી એસ વિભાગ ને ઉલ્લંઘન કરતી રોકી નથી શકતી
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad news, AMTS News, એએમટીએસ, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन