જૂનાગઢની કેરી અમદાવાદમાં આવી ગઇ, જાણો કેવા છે ભાવ

જૂનાગઢની કેરી અમદાવાદમાં આવી ગઇ, જાણો કેવા છે ભાવ
જૂનાગઢની કેરી અમદાવાદમાં આવી ગઇ, જાણો કેવા છે ભાવ

અમદાવાદ શહેરમાં બધી કેરી જૂનાગઢના તાલાલા ગીરથી આવે છે પરંતુ ભાવમાં ફેરફારને કારણે ગ્રાહકો પણ મૂંઝાય છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કેરીના અલગ અલગ ભાવ છે. બધી કેરી જૂનાગઢના તાલાલા ગીરથી આવે છે પરંતુ ભાવમાં ફેરફારને કારણે ગ્રાહકો પણ મુંઝાય છે. કેટલીક કેરીના ભાવ 1100 રૂપિયા છે તો કે એ જ કેરીના ભાવ 900 રૂપિયા પણ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કપરા કાળ વચ્ચે કેરી આવી ચૂકી છે પણ દરેક ફળોની જેમ કેરીના ભાવમાં પણ ઉતાર ચડાવ જોવા મળ્યો છે. જે કેરી તમને હોલસેલ માર્કેટમાં 10 કિલોના 800 રૂપિયાના ભાવે મળશે એ જ કેરીના માર્કેટમાં 1100-1200 ભાવ ચાલે છે. કેરીના સ્વાદમાં કોઈ ફેર નથી પણ કેરી ક્વોલિટીમાં તમને ફેર જોવા મળશે.

આ અંગે વિક્રેતા હર્ષદભાઈએ કહ્યું હતું કે જેવી કેરી એવા ભાવ બોલાય છે. ઘણા ખરા વેપારીઓ હાલ કોરોના કાળમાં બેકાર બન્યા છે. ગ્રાહકો નથી અને ડર છે કે માલ પડ્યો ના રહે એટલે કેરી સસ્તા ભાવે વેચાય છે. જોકે અમદાવાદમાં પહેલેથી ટ્રેન્ડ છે કે પોશ વિસ્તારમાં કેરી હોય કે કેળા મોંઘા જ વેચાય છે. કેરી પર દાણા હોય તો એ કેરી સ્વાદિષ્ટ હોય છે.આ પણ વાંચો - અમદાવાદ : બંગાળની હિંસાના બેનર કરતા મોઘવારીના બેનર લઇને ઉભા રહો, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો અકળાયાનરોડા ફ્રૂટ માર્કેટના પ્રમુખે કહ્યું હતું કે કેરીનો ભાવ અલગ અલગ છે. જેની પાછળ 3 ક્વોલિટી જવાબદાર છે. એક નંબરની ક્વોલિટી વાળી કેરીના ભાવ 800 થી 1000 છે. 2 નંબર વાળી કેરીના ભાવ 600 થી 800 જ્યારે 3 નંબર વાળી કેરી 400 રૂપિયા પણ વેચાય છે. આ નંબર અને ભાવ કેરીની સાઈઝ પ્રમાણે નક્કી થાય છે. કેટલાક ફળ નાના હોય તો તેનો ભાવ ઓછો હોય છે. ગ્રાહકોએ ખાસ ફળ જોઈને કેરી લેવી જોઈએ
Published by:Ashish Goyal
First published:May 06, 2021, 18:36 pm

ટૉપ ન્યૂઝ