Home /News /madhya-gujarat /

જૂનાગઢના આયુર્વેદિક તબીબને કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારકતા વધારી 21 દિવસમાં એન્ટિબોડી બનાવવામાં મળી સફળતા

જૂનાગઢના આયુર્વેદિક તબીબને કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારકતા વધારી 21 દિવસમાં એન્ટિબોડી બનાવવામાં મળી સફળતા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત આયુષ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી એ સમયે બે હોસ્પિટલ અને હોમ કવૉરન્ટીન દર્દીઓને તમામ પરીક્ષણ પર કરી ચુકેલી આ દવા આપવામાં આવી હતી.

અમદાવાદ: કોરોના મહામારીએ (coronavirus)  સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક વર્ષથી આ મહામારીના કારણે લોકો મરી રહયા છે. ત્યારે વિશ્વના તબીબી વૈજ્ઞાનિકો આ મહામારીને રસીથી કેમ અટકાવી શકાય તેના સંશોધનમાં પડયા હતા. ભારતના વૈજ્ઞાનિકોએ પણ રસીનું સંશોધન કર્યું છે. આધુનિક તબીબી વિજ્ઞાન તરફ લોકોની નજર હતી ત્યારે ભારતમાં 5 હજારથી વધુ વર્ષ જુના આયુર્વેદના (Ayurveda) વારસાનું જતન કરતા આયુર્વેદના નિષ્ણાતો પણ આ મહામારીને આયુર્વેદિક એટલે કે વનસ્પતિમાંથી બનાવેલી દવા દ્વારા કોરોનને કેમ મ્હાત કરી શકાય તે દિશામાં કાર્યરત હતા. જૂનાગઢમાં (Junagadh) રહીને ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ (Gujarat University, Ahmedabad) સાથે જોડાઈને કાર્ય કરતા ડૉ. અક્ષય સેવકે કોરોના મહામારીના પ્રારંભિક કાળમાં એ નક્કી કરી લીધું હતું કે, જો વનસ્પતિનો યોગ્ય ઉપયોગ કરીને કોરોનો પોઝિટિવ દર્દીની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં આવે તો તેને નાથી શકાય અને એ માટે સરકારી ધારાધોરણ મુજબ મંજૂરી લઈને કામ કરવા માટે ગુજરાત યુનિવર્સીટિએ આયુષ વિભાગ, ગાંધીનગરથી 5 મહિનાની લાંબી મથામણ બાદ ટ્રાયલની મંજૂરી મેળવી હતી.

જેમાં સફળતા બાદ હવે આ દવાની ટ્રાયલને કેન્દ્ર સરકારના સીટીઆરઆઈમાં રજીસ્ટ્રેશન આપી દેવાંમાં આવતા ગુજરાત યુનિવર્સીટીનું નામ સમગ્ર દેશમાં રોશન થયુ છે. કોરોના મહામારી શરું થયા પછી કેન્દ્ર સરકારના આયુસ મંત્રાલય દ્વારા વિવિધ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી હતી અને વિવિધ ઉકાળા અને દવાથી પણ કોરોનને મહાત કરી શકાય છે તેવું લોકોને સમજવયું હતું. જોકે આ બધી સારવાર પરંપરાગત હતી. જેના કોઈ વૈજ્ઞાનિક આધાર હતા નહીં પરંતુ ઇમ્યુનોલોજી ઉપર વર્ષોથી કામ કરતા જૂનાગઢના આયુર્વેદિક તબીબ ડૉ. અક્ષય સેવકે વાત ઉપર મક્કમ હતા કે, કોરોના વાઇરસ માનવ શરીરમાં ડેમેજ કરે ત્યારે જો તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવે તો આ મહામારીમાંથી દર્દી બચી શકે છે.

Corona Effect:ધમધમતા સાપુતારામાં છવાયો સન્નાટો, નાના-મોટા વેપારીઓ જુવે છે પ્રવાસીઓની રાહ

ગુજરાત આયુષ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી એ સમયે બે હોસ્પિટલ અને હોમ કવૉરન્ટીન દર્દીઓને તમામ પરીક્ષણ પર કરી ચુકેલી આ દવા આપવામાં આવી હતી. જેમાં માત્ર 21 દિવસમાં એન્ટિબોડી બની ગયા હતા. એ ઉપરાંત તમામ લક્ષણો પણ 7થી 15 દિવસમાં દૂર થઇ ગયા હતા. પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ ગુજરાત યુનિવર્સીટીએ પૂર્ણ કર્યા પછી એથિકલ કમિટિના મંજૂરીના આધારે ફાયનલ ટ્રાયલ માટે ભારત સરકારના આઈસીએમઆર વિભાગના રજીસ્ટ્રેશન સીટીઆરઆઇમાં એપ્લાઈ કરવામાં અવાયું હતું. જેને રજીસ્ટ્રેશન મળી જતા કોરોના મહામારીને નાથવા માટે મોઢેથી લેવામાં આવતી દવાની આખરી ટ્રાયલ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.

કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

ગુજરાત યુનિવર્સીટીમાં આવેલા લાઈફ સાયન્સ વિભાગના વડા ડૉ. રાકેશ રાવલ જૂનાગઢના ડૉ. અક્ષય સેવક સાથે મળીને વિવિધ રોગ ઉપર કામ કરી રહ્યા છે. ઇમ્યુનોલોજી ઉપર કામ કરતી વિવિધ આયુર્વેદિક એટલે કે વનસ્પતિજન્ય દવા માનવ શરીરમાં આવતા રોગને નાથવામાં ખુબ મોટી ભૂમિકા ભજવે છે અને કોઈપણ વાઇરસ ઉપર એલોપેથી દવાની જેમ જ વનસ્પતિજન્ય દવા વધુ સારું પરિણામ આપી શકે છે તેનો આ પુરાવો છે.મહત્વની વાત એ છે કે, કોરોના મહામારીને નાથવા માટે ભારત સહીત વિશ્વની અનેક યુનિવર્સીટીમાં કામ થતું હતું પરંતુ વનસ્પતિજન્ય દવા દર્દીને પીવડાવી કોરોના પોઝિટિવ દર્દીઓમાં એન્ટિબોડી બનાવી શક્યા હોય તેવી વિશ્વની આ પહેલી ઘટના છે અને આવનારા દિવસોમાં આખરી ટ્રાયલ પૂર્ણ થયા પછી સમગ્ર વિશ્વની નજર આ વનસ્પતિજન્ય દવા ઉપર હશે તેમાં શંકા નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Antibody, Ayurved, Coronavirus, ગુજરાત, જૂનાગઢ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन