કેશોદનાં ખેડૂતે બનાવેલી નવી સ્મશાન ભઠ્ઠીથી રોજ 40 એકર જંગલ બચાવી શકાય

News18 Gujarati
Updated: March 19, 2019, 7:33 AM IST
કેશોદનાં ખેડૂતે બનાવેલી નવી સ્મશાન ભઠ્ઠીથી રોજ 40 એકર જંગલ બચાવી શકાય
અર્જુનભાઇ પાઘડાર

જો હું નવુ જંગલ ઉગાડવામાં મદદ ન કરી શકુ તો આ જંગલ કપાતુ અટકે એ માટે તો પ્રયાસ કરી જ શકું ને ? : અર્જુનભાઇ

  • Share this:
વિજયસિંહ પરમાર

જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં રહેતા અર્જુનભાઇ પાઘડારે એક એવી સ્મશાન ભઠ્ઠી બનાવી છે કે, જેમાં માનવ શરીરનાં અંતિમ સંસ્કાર સમયે ઓછા લાકડાની જરૂર પડે છે, હવાનાં પ્રદૂષણને પણ ઓછુ કરે છે. માનવ કલાકો બચાવે છે અને જો સમગ્ર દેશમાં અંતિંમ સંસ્કાર કરવા માટે આ નવી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે તો, એક અંદાજ પ્રમાણે રોજ 40 એકરનું જંગલ બચાવી શકાય.

અર્જુનભાઇ પાઘડાર ખેડૂત અને સંશોધક છે. 12 ધોરણ સુંધી ભણેલા છે અને ખેતી કરે છે. પ્રકૃતિ પ્રેમી એવા અર્જુનભાઇની આ નવી સ્મશાન ભઠ્ઠીને 15 માર્ચનાં રોજ નેશનલ ગ્રાસરૂટ્સ ઇનોવેશન એન્ડ આઉટસ્ટાન્ડિંગ ટ્રેડિશનલ નોલેજ એવોર્ડ (2019)માં એવોર્ડથી સન્માનવામાં આવ્યા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ હતું.

ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા અર્જુનભાઇ જણાવ્યું કે, “જો હું નવુ જંગલ ઉગાડવામાં મદદ ન કરી શકુ તો આ જંગલ કપાતુ અટકે એ માટે તો પ્રયાસ કરી જ શકું ને ? બસ, આ જ વિચાર મારા મનમાં રમ્યા કરતો હતો અને સ્મશાન યાત્રામાં જતો ત્યારે હજારો મણ લાકડાનો વપરાશ જોઇને મનમાં થયું કે, એક નવી સ્મશાન ભઠ્ઠી બનાવવી જોઇએ કે જેમાં લાકડા ઓછા જોઇએ અને અંતિમ સંસ્કાર કરતા વખતે આપણી પરંપરા પણ જળવાઇ રહે.”.

તેમણે કહ્યું કે, એ અંદાજ પ્રમાણે, એક મૃતદેહનાં અંતિમ સંસ્કારમાં 400 કિલો લાકડા વપરાય છે. શહેરોનાં સ્મશાનમાં ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત ભઠ્ઠીઓ આવી છે પણ ગામડાઓમાં તો હજુય લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે અને રોજ હજ્જારો વૃક્ષો કાપડા પડે છે. પણ મેં નવી સ્મશાન ભઠ્ઠી બનાવી છે તે મમી આકારની છે અને એવી રીતે ડિઝાઇન બનાવવામાં આવી છે કે, જેનાંથી ઓછા લાકડાથી વધુ તાપમાન ઉત્પન્ન થાય અને મૃતદેહનો અંતિમ સંસ્કાર ઝપડથી થાય. આ સિવાય, હિંદુ પરંપરા માટે વિધી કરવા માટ આ ભઠ્ઠીની બંને બાજુ પર બારણા રાખવામાં આવ્યા છે. જેથી અંતિમ સંસ્કાર દરમિયાન તેને ખોલીને બંધ પણ કરી શકાય છે.”.

અર્જુનભાઇ 12 ધોરણ નાપાસ છે. તેમણે તેમનું જીવન લોકોપયોગી સંશોધનો કરવા પાછળ ખર્ચ્યુ છે.
અર્જુનભાઇનાં કહેવા પ્રમાણે, જો આ નવી સ્મશાન ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે તો, એક પાર્થિવ દેહ (અંદાજિત વજન 80 કિલો)ના અંતિમ સંસ્કાર 70 થી 90 મિનિટમાં પૂરા કરી શકાય છે. જ્યારે પરંપરાગત પદ્ધતિથી જો અંતિમ સંસ્કાર કરવામાં આવે તો, તેમા અંદાજિત 400 કિલો લાકડા જોઇએ અને અંતિમ સંસ્કાર કરવા પાછળ 3 થી 4 કલાકનો સમય લાગે છે. સમગ્ર દેશમાં (ગામડાઓમાં) જ્યાં લાકડાઓ દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યાં જો આ સ્મશાન ભઠ્ઠી દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે તો, એક અંદાજ પ્રમાણે, આપણે રોજનું 40 એકર જંગલ બચાવી શકીએ. આ એક ઘણી મોટી વાત કહેવાય”.

અર્જુનભાઇ 12 ધોરણ નાપાસ છે પણ તેમણે તેમનું જીવન લોકોપયોગી સંશોધનો કરવા પાછળ ખર્ચ્યુ છે. તેમણે ડિઝાઇન કરેલી સ્મશાન ભઠ્ઠી કેશોદ પાસે આવેલા બામણાસા ગામનાં સ્મશાનમાં લગાવવામાં આવી રહી છે. આ સ્મશાન ભઠ્ઠીની કિંમત 2 લાખ રૂપિયા છે.

જો આ સ્મશાન ભઠ્ઠી દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે તો, એક અંદાજ પ્રમાણે, આપણે રોજનું 40 એકર જંગલ બચાવી શકીએ. આ એક ઘણી મોટી વાત કહેવાય


પર્યાવરણનું જતન કરતી અને જંગલોનું રક્ષણ કરવામાં મદદ કરતી આ નવી સ્મશાન ભઠ્ઠીને પ્રોત્યાહન આપવા માટે ગુજરાત સરકારની ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા) સંસ્થા દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવી છે અને એ નવી બનેલી સ્મશાન ભઠ્ઠી સોમનાથ પાસે આવેલી વેરાવળનાં સ્મશાનમાં મૂકવામાં આવશે.

અર્જુનભાઇએ ન્યૂઝ18 ગુજરાતીને કહ્યું, “એક સંશોધક તરીકે મારું કામ મેં કર્યુ પણ હવે સમાજ અને સરકારની જવાબદારી છે કે, આ નવી સ્મશાન ભઠ્ઠી અનેક ગામોમાં મૂકે અને એ દ્વારા પર્યાવરણનું જતન કરે”.
First published: March 18, 2019, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading