ચિરાગ પટેલ મૃત્યુ કેસ : ક્રાઇમ બ્રાન્ચે કઠવાડાના યુવક પાસેથી મોબાઇલ જપ્ત કર્યો

News18 Gujarati
Updated: May 16, 2019, 1:27 PM IST
ચિરાગ પટેલ મૃત્યુ કેસ : ક્રાઇમ બ્રાન્ચે કઠવાડાના યુવક પાસેથી  મોબાઇલ જપ્ત કર્યો
મૃતક ચિરાગ પટેલની ફાઇલ તસવીર

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના અપમત્યુની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કઠવાડાના એક યુવક પાસેથી ચિરાગનો ફોન મળી આવ્યો છે.

  • Share this:
ઋત્વીજ સોની, અમદાવાદ : અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કઠવાડાના એક યુવક પાસેથી ચિરાગ પટેલનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. ચિરાગ પટેલની નરોડા નજીકથી લાશ મળી આવ્યા બાદ અમદાવાદ શહેરના પત્રકારોએ કરેલા આંદોલનના પગલે તેના અપમૃત્યુ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

મૃતક ચિરાગનો મોબાઇલ ફોન ઘટના સ્થળેથી ન મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. દરમિયાન તપાસ એજન્સીએ કઠવાડાના એક યુવક પાસેથી ચિરાગના ફોનને કબ્જે કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવકે ચિરાગના ફોનમાંથી તમામ ડેટાનો નાશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ શંકાસ્પદ યુવકની પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસની વાત કરી છે.

ચિરાગ પટેલની હત્યા થઈ હતી કે આત્મહત્યા તે હજુ પણ અકબંધ છે ત્યારે આ મોબાઇલ ફોન તપાસમાં મહત્ત્વની કડી સાબિત થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે જે યુવક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો છે તેના મૃતક ચિરાગ સાથેના સંબંધોની પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
First published: May 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading