Home /News /madhya-gujarat /

અમેરિકી વિદેશ મંત્રી જોન કેરીનો કટાક્ષ, IIT વિદ્યાર્થીઓને પુછ્યું-શું તમે હોડીમાં આવ્યા?

અમેરિકી વિદેશ મંત્રી જોન કેરીનો કટાક્ષ, IIT વિદ્યાર્થીઓને પુછ્યું-શું તમે હોડીમાં આવ્યા?

#ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી જોન કેરીએ ફરી એકવાર ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને લીધે તે આઇઆઇટી દિલ્હીમાં પોતાના એક કાર્યક્રમમાં પણ મોડા પહોંચ્યા હતા.

#ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી જોન કેરીએ ફરી એકવાર ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને લીધે તે આઇઆઇટી દિલ્હીમાં પોતાના એક કાર્યક્રમમાં પણ મોડા પહોંચ્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી જોન કેરીએ ફરી એકવાર ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને લીધે તે આઇઆઇટી દિલ્હીમાં પોતાના એક કાર્યક્રમમાં પણ મોડા પહોંચ્યા હતા.

ભારે વરસાદથી કફોડી હાલતમાં મુકાયેલા કેરીએ આઇઆઇટીના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન મજાક મજાકમાં પુછી પણ લીધુ કે, શું તમે હોડીથી આવ્યા? જોન કેરીને વિદ્યાર્થીઓ સાથે સવારે 9-30 કલાકે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ તે દિલ્હી એનસીઆરમાં થયેલા ભારે વરસાદનો શિકાર બન્યા હતા.

વરસાદથી તેઓ અંદાજે દોઢ કલાક મોડા પહોંચ્યા હતા. અંદાજે 11 વાગે તે આઇઆઇટી દિલ્હી પહોંચ્યા હતા. આઇઆઇટી દિલ્હી પહોંચી તેઓએ દિલ્હીના રસ્તા પર ભરાયેલા પાણી મુદ્દે ચુટકી લેતાં કહ્યું કે, મને ખબર ન હતી કે તમે બધા અહીં કેવી રીતે પહોંચ્યા, મને લાગે છે કે તમને બધાને અહીં આવવા માટે જરૂરથી હોડીની મદદ લેવી પડી હશે.

ટ્રાફિકમાં ફસાયા જોન કેરી

ભારત પ્રવાસે આવેલા જોન કેરી આ અગાઉ સોમવારે રાતે દિલ્હીમાં ટ્રાફિકમાં ફસાયા હતા. પાણી ભરાવવાને પગલે લુટિયસ દિલ્હીમાં સત્ય માર્ગ પર અંદાજે એક કલાક સુધી એમનો કાફલો અટવાયો હતો.

સવારે ભારે વરસાદ થયો

રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે ભારે વરસાદ થયો હતો. જેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. જેને પગલે કેટલાય લોકો ફસાયા હતા. ટ્રાફિક હેલ્પલાઇનના અધિકારીઓના જણાવ્યા અનુસાર એમની પાસે દિલ્હીમાં ટ્રાફિક જામ અને પાણી ભરાવા મામલે ઘણા ફોન આવ્યા હતા.
First published:

Tags: અમેરિકા, ગુજરાત, ભારત, યુએસ મિનિસ્ટર જોન કેરી, વિદેશ મંત્રી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन