Home /News /madhya-gujarat /ઉમર ખાલિદનો ઘટસ્ફોટ, નક્સલિયોના મદદગાર હેમ મિશ્રા સાથે પણ હતા સબંધ

ઉમર ખાલિદનો ઘટસ્ફોટ, નક્સલિયોના મદદગાર હેમ મિશ્રા સાથે પણ હતા સબંધ

જવાહરલાલ નેહરૂ યૂનિ. (જેએનયૂ) માં દેશવિરોધી નારા લગાવવાના આરોપી ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્યે મંગળવારની રાતે યૂનિ. કેમ્પસની બહાર આવીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે

જવાહરલાલ નેહરૂ યૂનિ. (જેએનયૂ) માં દેશવિરોધી નારા લગાવવાના આરોપી ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્યે મંગળવારની રાતે યૂનિ. કેમ્પસની બહાર આવીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી# જવાહરલાલ નેહરૂ યૂનિ. (જેએનયૂ) માં દેશવિરોધી નારા લગાવવાના આરોપી ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્યે મંગળવારની રાતે યૂનિ. કેમ્પસની બહાર આવીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. તો અન્ય ત્રણ આરોપી વિદ્યાર્થી આશુતોષ કુમાર, રામા નાગા, અનંત પ્રકાશે અત્યાર સુધી સરેન્ડર કર્યું નથી.

સરેન્ડર દરમિયાન એડમિનિસ્ટ્રેટિવ બ્લોકથી જેએનયૂના મેઇન ગેટ સુધી ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ચની સાથે વિદ્યાર્થી, શિક્ષક અને ખાનગી સુરક્ષાકર્મીઓની ભારે ભીડ હતી.

આ વિદ્યાર્થી દેશદ્રોહના મામલામાં જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારની 12 ફેબ્રુઆરીના ધરપકડના બાદથી ગાયબ હતા. રવિવારે મોડી રાતે આ પાંચેય વિદ્યાર્થી જેએનયૂ કેમ્પસમાં પરત આવ્યા હતા.

મોડી રાત્રે ઉમર ખાલિદ અને અનિર્બન ભટ્ટાચાર્ચ જેએનયૂ કેમ્પસના મેઇન ગેટથી બહાર નીકળ્યા હતા. આ લોકો બહાર નીકળે તે પહેલા વિદ્યાર્થી સુરક્ષા ઘેરો બનાવી ઉભા થઇ ગયા હતા. વિદ્યાર્થીઓએ સ્થળ પર ઉપસ્થિત મીડિયાકર્મીઓ સાથે પણ ધક્કા-મુક્કી કરી હતી.

સરેન્ડર કર્યા બાદ પોલીસ બન્ને આરોપીઓને આરકેપુરમ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યાર બાદ કલાકો સુધી બન્ને સાથે પુછપરછ કરાઇ હતી. બન્ને વિદ્યાર્થીઓની પુછપરછ માટે રાતભર પોલીસના વરિષ્ઠ અધિકારી આરકેપુરમ પોલીસ સ્ટેશન પહોંચતા હતા. પુછપરછ બાદ પોલીસે બન્નેનું મેડિકલ કરાવ્યું હતુ. પોલીસ ખાલિદ અને અનિર્બનને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે.

સંયુક્ત પોલીસ કમિશનર આર.એસ.કૃષ્ણૈયાએ જણાવ્યું કે, દેશદ્રોહના આરોપી બન્ને વિદ્યાર્થીઓને કલમ 124 (A)ના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

તો, હવે મહારાષ્ટ્રના એક IGએ એ ખુલાસો કર્યો છે કે, નાગપુર જેલ માંથી મુક્ત થયા બાદ ઉમર ખાલિદ હેમ મિશ્રાને પણ મળ્યો હતો. હેમ મિશ્રા પ્રોફેસર જીએન સાઇબાબાના માટે નક્સલિયોના કુરિયરના રૂપમાં કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે ખાલિદને કોઇ રાહત ન આપતા દિલ્હી હાઇકોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે, તેની ધરપકડ પર કોઇ રોક નથી. સાથે જ બન્ને આરોપીઓને તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે.

ખાલિદના સરેન્ડર બાદ જેએનયૂ વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ શહલા રશીદે લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. સાથે જ તેણીએ કહ્યું કે, જેએનયૂના તમામ વિદ્યાર્થી તપાસમાં પોલીસને પૂરી મદદ કરશે. સરેન્ડરની વાત પહેલા એટલે બતાવવામાં ન આવી કેમ કે, બન્ને વિદ્યાર્થીઓ પર હુમલાની આશંકા હતી. તેણીએ મીડિયાકર્મીઓને અપીલ કરી કે, તે વિદ્યાર્થીઓના અંગે ખોટા સમાચાર પ્રસારિત ન કરે.

દિલ્હી પોલીસના તરફથી કમિશનર બી.એસ. બસ્સીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં જેએનયૂએસયૂ અધ્યક્ષ કન્હૈયા કુમારના વિરૂદ્ધ દેશદ્રોહના આરોપના પક્ષમાં ચાર પોઇન્ટ્સ પર ભાર આપ્યો છે. એમાં એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલથી લેવામાં આવેલ ફૂટેજ, સૌથી મહત્વના પુરાવા છે. હવે આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, એની સાથે છેડછાડ કરવામાં આવી હતી. માહિતીના અનુસાર, પોલીસના તરફથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટમાં જેએનયૂ માં લગાવવામાં આવેલ તે તમામ દેશવિરોધી નારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, તેમાં 'પાકિસ્તાન જિંદાબાદ' નો ઉલ્લેખ નથી.
First published:

Tags: ઉમર ખાલિદ, ખુલાસો, જેએનયૂ, જેએનયૂ વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन